Omicronના હળવા લક્ષણો પણ અંગોને પહોંચાડે છે મોટું નુકસાન

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને આખા વિશ્વમાં હળવા સંક્રમણના પ્રકાર તરીકે અવગણવામાં આવી રહ્યો છે. જોકે હવે આ વેરિએ્ટને લઇ જર્મનીના નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલ એક નવો અભ્યાસ જણાવે છે કે કોરોના વાયરસનું ઈન્ફેક્શન તેની અસર છોડી દે છે, પછી ભલે દર્દીઓમાં તેના લક્ષણો ન બતાવે. આ વસ્તુ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ઓમિક્રોન જે સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે લક્ષણો વિના અથવા હળવા સંક્રમણના કેસો જ સામે આવી રહ્યા છે.

આ અભ્યાસ અનુસાર રોગનો હળવુ ઈન્ફેક્શન પણ શરીરના અંગોને નુકસાન પહોંચાડી શકે છે. આ માટે, SARS-CoV-2 ઈનફેક્શનના હળવા લક્ષણો સાથે 45થી 74 વર્ષની વયના કુલ 443 લોકોની વ્યાપક તપાસ કરવામાં આવી હતી. અભ્યાસમાં સામેલ ચેપગ્રસ્ત લોકોમાં હળવા કે કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. તેનું પરિણામ દર્શાવે છે કે આ સંક્રમિતોમાં જેઓ સંક્રમિત ન હતા તેમની સરખામણીમાં મીડિયમ ઓર્ગેન ડેમેજ જોવા મળ્યું હતું.

ફેફસાના વોલ્યુમમાં સમસ્યા

અભ્યાસના સંશોધકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”ફેફસામાં ઈન્ફેક્શન થવાના કારણે ફેફસાના વોલ્યુમમાં સમસ્યાઓ થતા તેમા ત્રણ ટકાનો ઘટાડો થયો હતો.” વધુમાં હૃદયની પમ્પિંગ શક્તિમાં સરેરાશ 1થી 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે લોહીમાં પ્રોટીનનું સ્તર 41 ટકા વધ્યું છે, જે હૃદય પરના તણાવ વિશે જણાવે છે.

સંશોધકોને ‘લેગ વેઈન થ્રોમ્બોસિસ’ (પગની નસોમાં લોહીના ગંઠાઈ જવા)ના ચિહ્નો બેથી ત્રણ ગણા વધુ અને કિડનીના કાર્યમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે દર્દીઓના મગજના કાર્ય પર કોઈ ખરાબ અસર જોવા મળી નથી.

આ અભ્યાસ ખુબ જ મહત્વનો છે

સાયન્ટિફિક સ્ટડી સેન્ટરના ડિરેક્ટર રાફેલ ટ્વેરેનબોલ્ડે કહ્યું,’આ માહિતી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ઓમિક્રોનના કિસ્સામાં જે હળવા લક્ષણો સાથે સંકળાયેલ હોવાનું જણાય છે. યુકેના હાર્ટ એન્ડ વેસ્ક્યુલર સેન્ટરના મેડિકલ ડિરેક્ટર સ્ટીફન બ્લેન્કેનબર્ગે જણાવ્યું હતું કે,”અભ્યાસના પરિણામો પ્રારંભિક તબક્કે સંભવિત જોખમોને સમજવામાં મદદ કરે છે જેથી દર્દીઓની સારવારમાં યોગ્ય પગલાં લઈ શકાય.”

લક્ષણોની ગેરહાજરી વાયરસના ફેલાવાને વેગ આપી શકે

નિષ્ણાતોના મતે કોરોનાના અગાઉના પ્રકારો નીચલા શ્વસન તંત્રમાં તેમની સંખ્યાને વધારતા હતા, જેના કારણે માનવ ફેફસાં પર વાયરસની વધુ અસર હતી. પરંતુ નવો ઓમિક્રોન વેરિઅન્ટ ઉપલા શ્વસનતંત્રમાં પ્રતિકૃતિ બનાવે છે, જે ફેફસાંને ઓછું નુકસાન પહોંચાડી શકે છે. શ્વાસ લેવામાં તકલીફ અને સ્વાદ, ગંધ ઓળખવાની ક્ષમતા ગુમાવવી જેવા લક્ષણો પણ નથી. જો કે લક્ષણોની ગેરહાજરી વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો