ગુજરાત બોર્ડ દ્વારા ધો 12 ની પરિક્ષા રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાના કહેર નળ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12 ની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. જ્યારે મંગળવારે, પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના લીધે ગુજરાત સરકારે આજે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવીને આ બાબતે શું કરવું તે અંગે વિચારણા કરવામા આવી હતી. આ વિચારણાના કારણે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા રદ કરાઈ છે.
ગુજરાતમાં ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓની તા.1 જૂનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કરાયો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો રહેલા છે ત્યાં પરીક્ષાની તૈયારીઓ પણ કરવામાં આવી હતી. જયારે રાજ્ય સરકાર ડ કોરોનાકાળમાં આ નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ચિંતા પણ દૂર થઇ ગઈ છે.
ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરાતા હવે ટુંક સમયમાં માસ પ્રમોસશની પ્રક્રિયા કઇ રીતે કરવામા આવશે તેની પણ જાહેરાત કરાશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા વિશેષ રજૂઆત કરાશે. જોકે, હવે લાખો વિદ્યાર્થીઓ, શાળા અને વાલીઓની નજર આ જાહેરાત પર રહેશે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં પણ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારે પણ પોતાની બોર્ડ પરીક્ષાઓ રદ કરી નાખી છે. ટૂંક સમયમાં જ બાળકોને પાસ કેવી રીતે કરવા તેના ક્રાઈટેરિયા નક્કી કરાશે.