ગ્રેટર નોઈડામાં શિક્ષકની મારપીટથી એક માસૂમ વિદ્યાર્થીના મોતનો મામલો સામે આવ્યો છે. જે બાદ પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આરોપી ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની શોધમાં પોલીસે એક ટીમ બનાવી છે. પરિવારના સભ્યોની હાલત ખરાબ છે. તેમણે આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ખરેખરમાં મામલો બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બંબાવાડનો છે. મળતી માહિતી મુજબ 7 ઓક્ટોબર શુક્રવારના રોજ બંબાવાડ ગામની એક ખાનગી શાળામાં પાંચમા ધોરણના વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવી હતી. કેટલાક બાળકો પરીક્ષામાં નાપાસ થયા હતા. નાપાસ થયેલા બાળકોને શિક્ષક દ્વારા તેમના હાથ પર બે લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. થોડા સમય પછી એક વિદ્યાર્થીની તબિયત બગડી જે પહેલેથી જ બીમાર હોવાનું કહેવાય છે.
દિલ્હીની હોસ્પિટલમાં મોત
પોલીસે જણાવ્યું કે, શિક્ષકે વિદ્યાર્થીની ખરાબ તબિયત અંગે પરિવારજનોને ફોન પર જાણ કરી હતી. વિદ્યાર્થીના પરિવાર અને શિક્ષક વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા જ્યાંથી તેને દિલ્હીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ત્યાં શનિવરના રોજ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોએ આપેલી ફરિયાદના આધારે શિક્ષક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પીડિત બાળકની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો છે
માહિતી આપતા ડીસીપી સેન્ટ્રલ નોઈડાએ કહ્યું કે આરોપી શિક્ષક ફરાર છે, જેની શોધમાં પોલીસ ટીમ બનાવવામાં આવી છે. બાળકની માતાનું કહેવું છે કે ટેસ્ટ બાદ બાળકને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાંથી તેને દિલ્હી રેફર કરવામાં આવ્યો. જે બાદ તેમનું મોત થયું હતું.