જમ્મુ કાશ્મીર જેને ધરતી નું સ્વર્ગ કહેવામાં આવે છે ત્યાં અત્યારે ૧૫ ઑગસ્ટ સુધી મોટી હલચલ થવાની શંકા સંધાઈ રહી છે ત્યારે ખુબ મોટી સંખ્યા માં સૈનિકો ને ત્યાં ઉતારવા માં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા રાજકીય હલચલની વચ્ચે ઘાટીમાં સુરક્ષાબળોની 280થી વધુ કંપનીઓ (28000 જવાન) તૈનાત કરાઇ છે. સત્તાવાર સૂત્રો એ ગુરૂવારના રોજ આ માહિતી આપી.
સૂત્રો એ કહ્યું કે સુરક્ષા બળોને શ્રીનગર શહેરના અતિસંવેદનશીલ વિસ્તારો તથા ઘાટીની અન્ય જગ્યાઓ પર તૈનાત કરાઇ રહ્યા છે. તેમાં વધુમાં વધુ સીઆરપીએફના જવાન છે.
સૂત્રોએ કહ્યું કે આ રીતે અચાનક જ 280થી વધુ કંપનીઓને મોડી રાત્રે તૈનાત કરવાનું કોઇ કારણ મળ્યું નથી.
તેમણે કહ્યું કે શહેરમાં પ્રવેશ અને બહાર નીકળવાના તમામ રસ્તાઓને કેન્દ્રીય અર્ધસૈનિક બળોને સોંપી દીધા છે.
સ્થાનિક પોલીસના અંદાજે પ્રતીકાત્મક ઉપસ્થિતિ છે. સ્થાનિક રહેવાસી ગભરાયા છે અને તેમણે જરૂરી સામાન ખરીદવાનો શરૂ કરી દીધો છે.
કેટલાંક ધર્મસ્થળો પરથી સુરક્ષા હટાવી દીધી અધિકારીઓએ કહ્યું કે કેટલાંક ધર્મસ્થળો પરથી સુરક્ષાને હટાવી દીધી છે
કારણ કે ગુપ્ત માહિતી મળી છે કે વિદેશી આતંકવાદી અહીં તૈનાત પોલીસકર્મીઓને નિશાન બનાવાની યોજના બનાવી રહ્યા હતા.
અમરનાથ યાત્રા માટે ચલાવામાં આવતા કેટલાંક લંગરોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
આની પહેલાં કેન્દ્ર એ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની કાશ્મીર મુલાકાતથી પાછા ફરતા જ 10000 સુરક્ષાકર્મીઓને કાશ્મીર મોકલવાનો આદેશ આપ્યો હતો.
જેથી કરીને ત્યાંના બગડતા કાયદા વ્યવસ્થાને ઠીક કરી શકાય અને આતંકવાદ નિરોધક અભિયાનોને તેજ કરી શકાય.
કેન્દ્ર સરકારના આ નિર્ણયને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફતી કેન્દ્રના લોકો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
તેમણે ટ્વીટ કરી કહ્યું કે કેન્દ્રના નિર્ણયે ઘાટીમાં ભયનું વાતાવરણ પેદા કરી દીધું છે.
કેન્દ્રીય બળોને એરલિફ્ટ કરી કાશ્મીર પહોંચાડી રહ્યા છે
સૂત્રોના મતે દેશના વિભિન્ન ભાગોમાં તૈનાત કેન્દ્રીય સુરક્ષાબળોને એરલિફ્ટ કરી સીધા કાશ્મીર પહોંચાડી રહ્યા છે. આ કામમાં વાયુસેનાના માલાવાહક વિમાન લગાવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે છેલ્લાં કેટલાંક દિવસો પહેલાં કહ્યું હતું કે કાશ્મીરમાં સુરક્ષા બળોની 100 બીજી કંપનીઓ તૈનાત કરાઇ રહી છે. દરેક કંપનીમાં 100 જવાન હશે.
ગૃહમંત્રાલયે 25 જુલાઇના રોજ કેન્દ્રીય સશસ્ત્ર બળોને વધુ 100 કંપનીઓની તૈનાતી કરવાનો આદેશ ચાલુ કર્યો હતો.આ કેન્દ્રીય બળોમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ) સરહદ સુરક્ષા બળ (બીએસએફ), સશસ્ત્ર સરહદ બળ (એસએબી) અને ભારત-તિબેટ સરહદ પોલીસ (આઇટીબીપી) સામેલ છે. સૂત્રોએ કહ્યું કે એનએસએ ડોભલ છાનામાના ઘાટીની મુલાકાત પર શ્રીનગર પહોંચ્યા હતા.
ત્યાં તેમણે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના ટોપ ઓફિસરોની સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. તેમાં રાજ્યપાલના સલાહકાર કે.વિજયકુમાર, મુખ્યસવિ બીવીઆર સુબ્રમણ્યમ, ડીજીપી દિલબાગ સિંહ, આઇજી એસપી પાણિ જેવા લોકો સામેલ હતા.
કાશ્મીર મુલાકાત પર દિલ્હીથી આઇબીના અધિકારીઓની ટીમ પણ એનએસએની સાથે હતી. અમરનાથ યાત્રાની સુરક્ષામાં અંદાજે 40000 જવાન ઉલ્લેખનીય છે
કે જમ્મુ-કાશ્મીરમાં અત્યારે રાજ્યપાલ શાસન છે. આની પહેલાં 24 ફેબ્રુઆરીના રોજ દેશભરમાંથી કેન્દ્રીય અર્ધસૈનિક બળોની 100 કંપનીઓને કાશ્મીર મોકલી હતી.
ત્યારે કહેવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમ્યાન સુરક્ષા વ્યવસ્થાને દુરસ્ત કરવા માટે સુરક્ષાબળોની વધુ જરૂરી છે. અત્યારે અમરનાથ યાત્રાની સુરક્ષામાં કેન્દ્રીય અર્ધસૈનિક બળોના અંદાજે 40000 વધુ જવાન તૈનાત કરાયા છે.