પહાડ પરથી પડી રહ્યાં હતા પથ્થર,અમરનાથ યાત્રિયો માટે ઢાલ બની ઉભા થઇ ગયા બહાદુર જવાન વાંચવા ક્લિક કરો.

અમરનાથ યાત્રા 1 જુલાઈ થી શરૂ થઇ ગઈ છે આ યાત્રા પુરા 45 દિવસ સુધી ચાલશે આ યાત્રા માં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આઈટીપીબી જવાન રાત દિવસ લાગેલા છે યાત્રી દરમિયાન જયારે શ્રદ્ધાળુ બાબા બર્ફાની ના દર્શન માટે આગળ વધી રહ્યાં હતા એ દરમિયાન પહાડો માં ભુસ્ખલન આવ્યો અને પથ્થર ના મોટા મોટા ટુકડા રસ્તા તરફ સ્પીડથી આવવા લાગ્યા.

સુરક્ષા ઉભા જવાન પથ્થરના ભારી ભરખમ ટુકડા સામે ચટ્ટાનની સામે ઉભા થઇ ગયા વિના પોતાની જિંદગી ચિંતા કર્યા વગર પથ્થરોને યાત્રિયો તરફ જતા રોકતા રહ્યા હવે આ ઘટના નો વિડિઓ સામે આવ્યો છે જેને જોઈને તમારા પણ શ્વાસ રુકી જશે.

વિડિઓ સ્પષ્ટપણે બતાવે છે કે ભૂસ્ખલન પછી, પથ્થરનો ટુકડો ઝડપથી નીચેની તરફ આવે છે અને મુસાફરીની દિશા તરફ જાય છે. જ્યારે પથ્થરનો ભારે ટુકડો નીચે તરફ નીકળતો હતો, ત્યારે ભક્તો તે સમય દરમિયાન મોટી સંખ્યામાં પસાર થતા હતા.

આઇટીબીપી જવાનોએ તાત્કાલિક માર્ગ પરથી માનવ શ્રુંખલા બનાવ્યું અને પત્થરના ટુકડાને રસ્તા પર પડતા અટકાવ્યા જો તે પથ્થર નો ટુકડો નીચે યાત્રા માર્ગ પાર પડતો તો જરૂર ઘણા શ્રદ્ધાળુઓની મૃત્યુ થઇ જાતિ અને ઘણા લોકો ઘાયલ થઇ જતા પરંતુ આઈટીપીબી જવાનોની સાવધાની કામ આવી શ્રદ્ધાળુઓ બચી ગયા.

આ પુરી ઘટના ના વિડિઓ ને આઈટીપીબી ટ્વિટ્ટર હેન્ડલ શેર કરવામાં આવ્યો છે જે હવે સોશિલ મીડિયા પર ઝડપીથી વાયરલ થઇ રહ્યો છે લોકો આઇટીબીપી જવાનોની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે.

અમરનાથ ની ગુફામાં ભક્ત કરે છે ભોલેનાથ ના દર્શન,ગુફા ના 5 રહસ્ય આજે પણ કોઈ નથી શોધી શક્યુંઅમરનાથની ગુફામાં બાબા બરફાની ના ભક્ત એમના દર્શન કરે છે. વાસ્તવમાં અમરનાથ યાત્રા શરૂ થઈ છે. અમરનાથ હિન્દુઓ માટે એક મુખ્ય તીર્થ કેન્દ્ર છે.દર વર્ષે,ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શિવના દર્શન માટે આવે છે આ વર્ષે, અમરનાથ યાત્રા 1 જુલાઈ 2019 થી લઈને 15 ઓગસ્ટ 2019 સુધી ચાલુ રહેશે.

અમરનાથની ગુફા કશ્મીરના બરફીલા પર્વતો વચ્ચે સ્થિત છે. અમરનાથ ગુફામાં બરફથી બનેલા શિવલિંગની પૂજા થાય છે અમરનાથ ગુફા ભગવાન શિવના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે.ચાલો અમરનાથ ગુફા સાથે સંકળાયેલા 5 રહસ્યો વિશે જાણીએ, જેને તમે ભાગ્યે જ જાણતા હશો. એવું માનવામાં આવે છે કે અમરનાથ ની ગુફામાં જ ભગવાન શિવે માતા પાર્વતી ને અમરતા મંત્ર કહ્યો હતો આ જ કારણ છે કે અમરનાથની ગુફાને હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ માનવામાં આવે છે.હિન્દુ માન્યતા મુજબ, કોઈને અમરકથા સાંભળવાની મંજૂરી આપવામાં આવી ન હતી.તેથી જ ભગવાન શિવએ માતા પાર્વતીને અમરકથા કહેતા પહેલાં દરેકને ત્યજી દીધા હતા જેથી કોઈ અન્ય વ્યક્તિ અમરકથાને સાંભળી શકે નહીં.

અમરનાથ ગુફાથી આશરે 96 કિલોમીટર દૂર આવેલ પહેલગામ, પહેલી એવી જગ્યા છે જ્યાં ભગવાન શિવે આરામ કર્યો હતો.તેમણે આ જગ્યાએ તેમના બુલ નંદી ને પણ છોડી દીધો હતો નંદી બળદ વિના, શિવલિંગને અધૂરી માનવામાં આવે છે. આ પછી તે શેષનાગ તળાવની સરહદ પર પહોંચી ગયા અને ગળામાંથી સાપ પણ ઉતારી દીધો ગણેશજી ને પણ એમને મહાગુણાસ પહાડ પર છોડી દીધા હતા આ પછી, પંચતરણી જગ્યાએ પહોંચ્યા પછી ભગવાન શિવ એ એ પાંચ તત્વો નો પણ ત્યાગ કર્યો.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવએ જ્યારે માતા પાર્વતી ને અમરતા મંત્ર સંભળાવતા હતા એ સમયે ગુફા માં એમના બંને સિવાય કબૂતર નું એક જુન્ડ ત્યાં હતું. કથા સાંભળ્યા પછી કબૂતરાઓનું જુન્ડ અમર થઈ ગયું હતું આજે પણ, અમરનાથ ની ગુફામાં કબૂતરોનો જોડી દેખાય છે. અમરનાથની ગુફા તમામ બાજુથી કાચા બરફથી ઢંકાયેલી છે. પરંતુ ગુફાની અંદર શિવલિંગ પાક્કા બરફનું બનેલું છે. શિવલિંગ કેવી રીતે પાક્કા બરફથી બને છે, તે હજુ પણ એક રહસ્ય છે.

એવું માનવામાં આવે છે કે અમરનાથ ગુફાની શોધ ખોજ બુટા મલિક નામના એક મુસ્લિમ માણસે કરી હતી આ વ્યક્તિ તેના ઘેટાં, બકરા ને ચારી રહ્યો હતો. તે સમયે બુટા ની મુલાકાત એક સાધુ જોડે થઈ. સાધુ એ બુટા ને કોલસા થી ભરેલી એક થેલી આપી. બુટા ને ઘરે જઈને જયારે થેલી ખોલી ને જોયું તો કોલસા ને સોનાના સિક્કા માં બદલેલા જોયા. આને જોઈને બુટા આશ્ચર્ય થઈ ગયો અને સાધુ ને આભાર માનતા.તે ફરીથી સ્થળે પહોંચી ગયો. ત્યાં પોહચ્યાં પછી જોયું તો સાધુ ની જગ્યાએ ગુફા જોવા મળી તે સમયથી, ગુફા એક તીર્થ સ્થળ બની ગઈ અમરનાથ ગુફામાં શિવલિંગ નજીક પાણી વહે છે. પરંતુ અત્યાર સુધી તે જાણવા નથી મળ્યું કે પાણી ક્યાંથી આવે છે. એવું માનવામાં આવે છે કે અમરનાથની ગુફા 5000 વર્ષ જૂની છે. આ ગુફામાં શિવલિંગને ‘સ્વયંભુ’ કહેવામાં આવે છે કારણ કે આ શિવલિંગ પોતે જ બનેલું છે.

કાશ્મીરમાં સ્થિત અમરનાથ ગુફા આશરે 160 ફૂટ લાંબી અને 100 ફૂટ પહોળી છે.અમરનાથ યાત્રા નો બધો પ્રબંધ અમરનાથ ફેલા બોર્ડ દ્વારા કરવામાં આવે છે. શ્રાઈન બોર્ડ અહીં દર્શન માટે આવતા બધા યાત્રાળુઓની સુવિધાઓ ખાસ ધ્યાન રાખે છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top