સોસાયટીના રહિશોએ ક્લબ હાઉસમાં બનાવી હોસ્પિટલ, ત્યાજ લઈ રહ્યા છે સારવાર

કોરોનાને કારણે મોટા ભાગના શહેરોમાં હાલ પરિસ્થિતી ખરાબ થઈ ગઈ છે અમુક હોસ્પિટલોમાં તો બેડ પણ ફુલ થઈ ગયા છે જેના કારણે દર્દીઓ પોતાનો ઈલાજ નથી કરાવી શકતા તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બધાજ બેડ ફુલ છે જેથી અમુક હોસ્પિટલો દ્વારા હોમ ક્વોરન્ટીનમાંજ બધીજ ફેસેલીટી આપવામાં આવે છે.

અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં આવેલ શિતલ એક્વા સોસાયટી દ્વારા ક્લબ હાઉસને કોવિડ કેર સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યું છે સોસાયટીના આ નિર્ણયને લઈને સરકાર દ્વારા પણ તેમને  સહકાર આપવામાં આવ્યો છે અહીયા 140 જેટલા ફ્લેટ આવેલા છે જેથી રહીશોએ જોડે ભેગા મળીને કોવિડ કેર સેન્ટર ઉભુ કર્યું છે.

રહીશો દ્વારા ત્યા હોસ્પિટલની જેમ વેન્ટીલેટરની સુવીધા બેડની સુવિધા તેમજ ઓક્સિજનની સુવીધા પણ ઉભી કરવામાં આવી છે છેલ્લા 5 દિવસથી અહીયા કોવીડ હોસ્પિટલ જેવીજ સુવીધા ઉભી કરવામાં આવી છે એપર્ટમેન્ટમાં રહેતા લોકોનો અહીયાજ ઈલાજ કરવામાં આવે છે સાથેજ કેટલાક રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા પણ અહીયા મફતમાં સેવા આપવામાં આવી રહી છે.

જે પણ ડૉક્ટર ત્યા આવે છે તેમને પીપીઈ કીટ સહીતની તમામ સુવીધાઓ આપવામાં આવે છે જેથી કરીને તેમનામાં સંક્રમણ ન ફેલાય સાથેજ દર્દીઓની પણ પુરતુ ધ્યાન રાખવામાં આવે છે જેમા તેમના જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સોસાયટીના રહેશો દ્વારા જાતેજ આ મીની હોસ્પીટલ ઉભી કરવામાં આવી છે જ્યા અત્યાર સુધીમાં 6 જેટલા દર્દીઓ સારવાર લઈ ચુકયા છે અહીયો હોસ્પિટલની જેમ ઈન્જેકશન તેમજ દવાઓની સુવીધા પણ રાકવમાં આવી છે સોસાયટીન રહીશોની આ કામગીરી સૌ કોઈએ આવકારી છે સાથેજ ત્યાના લોકોના નિર્ણયને જોઈને અન્ય સોસાયટીના લોકો પણ આ સુવીધા ઉભી કરવાનું વિચારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સોસાયટીના રહીશો દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેમના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો હેરાન ન થાય તે માટે તેમણે આ યોજના બનાવી સાથેજ ડૉક્ટરોની મદદ લઈને તેમણે બધીજ સુવીધા ઉભી કરી ક્લબહાઉસમાં મ્યુઝીક સિસ્ટમ પણ છે જથી તેઓ મ્યુઝીક વગાડીને દર્દીઓનું મનોરંજન પુરુ પાડે છે સોસાયટીમાં રહેતા રહીશો આગામી સમયમાં બીજા બેડ પણ ખરીદવાના છે.

Scroll to Top