CM ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અમિત શાહ મળ્યા, આગામી ચૂંટણી પર ચર્ચા થયાનું અનુમાન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક દિવસનાં દિલ્હી પ્રવાસે માટે ગયેલા છે. સીએમ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત માટે ગયા છે. એક દિવસના આ પ્રવાસમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં પદગ્રહણ કર્યા બાદ તે પ્રથમ વખત પીએમ મોદીને મળવા જઈ રહ્યા છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ આ બેઠકમાં ગુજરાતમાં આવી રહેલી આગામી ચૂંટણી અંગે પણ વાત કરે તેવી શક્યતા છે.
વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને રાજ્યનાં નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે નેતૃત્તવ પરિવર્તન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રૂબરૂ મુલાકાત થઇ નહોતી. દિલ્હીમાં તે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત માટે મળશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા
મુખ્યમંત્રીના દિલ્હીનો પ્રવાસ આ મુજબ, સીએમ ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટથી સીધા ગરવી ગુજરાત ભવન માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ સીએમ પટેલ 11 કલાકે પહેલા રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.
ત્યાર બાદ સીએમ 11.45 કલાકે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને મળવા ગયા હતા. ત્યાર બાદ ગૃહમંત્રી અમિત શાહને તે મળ્યા હતા. પછી મુખ્યમંત્રી પટેલ બપોરે એક વાગે રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. જ્યારે તે 4.00 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. મુખ્યમંત્રી નવી દિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવવાના છે. .
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ 13મી સપ્ટેમ્બરે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમના આ સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીનો ચાર્જ સભાળ્યા બાદ એક અઠવાડિયામાં તેમની દિલ્હીની આ પ્રથમ મુલાકાત છે.