“હુ ગુજરાતીમાં જ બોલીશ”- ગુજરાતના નવા CM ભૂપેન્દ્ર પટેલે ટીવી પત્રકારોને આપ્યો જવાબ

રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. રાજ્યના નવા સીએમ બનેલા દ્વારા પ્રેસ કોન્ફરસ દરમિયાન હિન્દીમાં સંબોધવા અંગે કહેવામાં આવ્યું છે કે, ગુજરાતીમાં જ મારે કહેવુ છે, તમારે રાષ્ટ્રીય સ્તરે જે ચલાવવું હોય તેને ચલાવો.

આ નિવેદનને રાજ્યના મીડિયામાં આવકારવામાં આવ્યું છે. આ અગાઉ આનંદીબહેન પટેલ પણ મીડિયા સમક્ષ ગુજરાતીમાં જ તેમને યોગ્ય લાગતા નિવેદન આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા હતા.

જે સમયે તેમણે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તે સમયે જામનગરમાં ધોધમાર વરસાદથી હાહાકાર સર્જાયો હતો. જેથી તેમણે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોની મૂલાકાત પણ લીધી હતી અને આ મુલાકાત બાદ તેમના દ્વારા જામનગરમાં એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખેલ હતો.

જ્યારે જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન તેમણે માતૃભાષામાં જ સંબોધન આપ્યું હતું. સંબોધન પૂર્ણ થયા બાદ ભૂપેન્દ્ર પટેલ ઉભા થઇને ચાલ્યા ગયા હતા. તે સમયે નેશનલ ન્યૂઝ ચેનલના પત્રકારો દ્વારા હિન્દીમાં નિવેદન આપવા માટે કહેવામાં આવ્યું હતું.

તેમ છતાં તે જ સમયે તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાતીમાં જ કહેવાનો છું. તમારે નેશનલમાં ચલાવવું હોય તો ગુજરાતીમાં ચલાવો જ. આ તકે પૂનમ માડમે કહ્યું હતું કે, નેશનલ ન્યૂઝ ગુજરાતનું હિન્દી અનુવાદ કરીને ચલાવશે.

સોશિયલ મીડિયાના વધેલા પ્રભુત્વને લઇને રાજકીય કે જાહેર જીવનની વ્યકિતઓના નિવેદન કે વીડિયોને એવી રીતે વાયરલ કરવામાં આવે છે કે, હવે નેતાઓને બોલતા વિચાર કરવો પડે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ગમે તેટલા નિવેદન રાષ્ટ્રીય સ્તરે નિવેદન આપે છે તે મરાઠીમાં જ આપે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન દ્વારા તેમના પ્રથમ જ નિવેદનમાં સ્પષ્ટ કહી દીધું છે કે, હુ ગુજરાતીમાં જ બોલીશ.

Scroll to Top