Updates

લોક લાડીલા કમા ભાઈએ CMભુપેન્દ્ર પટેલની સામે કરી PM મોદીની સ્ટાઇલ

ભાવનગર સોરઠના ફળિયે મુખ્યપ્રધાનનો અભિવાદન સમારોહ (Abhivadan Samaroh in Bhavnagar) યોજાયો હતો. આ અભિવાદન સમારોહમાં કીર્તિદાનનો કમો હાજર રહ્યો હતો. કાર્યક્રમમાં તેને આમંત્રિત કરવામાં આવ્યો હતો. હાથ ઊંચા કરતા કમાને કાર્યક્રમમાં નેતાઓનું દિલ જીતી લીધું હતું. કમાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે ભાષણ પણ કર્યું હતું.(Bhavnagar Kamo)

 

View this post on Instagram

 

A post shared by KAMLESH (@kamo_official88)

કમાનું ભાષણ CM ભુપેન્દ્ર પટેલનું હાજરીમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ સામે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પ્રેરિત જન્મોત્સવ સમિતિ દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કીર્તિદાનના ફેવરિટ કમાની એન્ટ્રી થતા ઓડિયન્સમાં દેકારો મચ્યો હતો. લોકોએ કમાને કીકીયારીઓ કરીને વધાવ્યો હતો. કીર્તિદાનના સ્વરે કમાએ ડાન્સ પણ કર્યો હતો. કીર્તિદાને જણાવ્યું હતું કે યુટ્યુબમાં કમાને 5 કરોડ જેવા વ્યુવર્સ મળ્યા છે અને કમાએ તેની આવેલી રકમ ગૌશાળા પાછળ ખર્ચી છે.

PM મોદીની સ્ટાઇલમાં કમો આ વાત સાથે કમાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે ભાષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં કમાએ ભાઈઓ બહેનો સંબોધન કરી સૌને હોમને જુસ્સો ભર્યો હતો. જોકે દિવ્યાંગ કમાના કેટલાક શબ્દો સમજાય તેવા નહિ હોવાથી શિક્ષણપ્રધાને કમાએ શું કહ્યું તે જણાવતા કહ્યું હતું કે તેને વડાપ્રધાનની સ્ટાઇલો કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મિડીયામાં કમાના વિડીયો બેફામ વાયરલ થઈ રહ્યા છે. કમો પોતે દિવ્યાંગ છે, જે પોતાની મસ્તીમાં મસ્ત રહે છે. પરંતુ સોશિયલ મિડીયામાં વાયરલ થતા વિડીયોમાં એક ભય પણ જોવા મળી રહ્યા છે. કારણ કે, વધતી જતી લોકો ચાહના અન્ય દિવ્યાંગો લોકો માટે ક્યાં મુશ્કેલી ન બને.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker