CM ભુપેન્દ્ર પટેલનો વિડીયો થયો વાયરલ: ‘મુખ્યમંત્રી હોય એટલે પોણો કલાક બોલવું પડે એવા મુડમાં આપણે નથી’

દરેક લાંબી સ્પીચ સાંભળવા માટે ટેવાયેલા છે. તેમ છતાં ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ચીલો તોડતા એક નવી ચીલો ચાતરવાનો પ્રયત્ન કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં આપેલા ભાષણનો વીડિયો વાયરલ થયો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં પેજ સમિતિના કાર્યક્રમમાં એક ભાષણ આપવામાં આવ્યું હતું. આ ભાષણ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘મુખ્યમંત્રી હોય એટલે પોણો કલાક બોલવું પડે એવા મુડમાં આપણે નથી’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘મુખ્યમંત્રી છે એટલે પોણો કલાક બોલવું એવા મૂડમાં આપણે ક્યાંય નથી. તમારી કોઈ પણ મુશ્કેલી મારા સુધી પહોંચશે તો એને નિવારવા પુરી તાકાતથી કામ કરીશ. ઘણી વખત લોકોને સમસ્યા હોય છે કે, ચૂંટણી આવે એટલે લોકો કહેતા હોય છે કે દોડો અમે બેઠા છીએ પછી ચૂંટણી પછી કોઈ જોવા મળતું નથી. એટલે આ જવાબદારી લેનારા છટકી જાય તો પણ અમારા સુધી વાત પહોંચાડજો.’ તે નીવેદણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

જયારે ગુજરાતમાં ગાંધીનગર વિધાનસભામાં ભાજપનું 27 વર્ષથી સાશન ર્હેલુ૭ છે પરંતુ ગાંધીનગર મનપામાં ભાજપને જીત પ્રાપ્ત થતી નથી. સામાન્ય રીતે કોંગ્રેસ જીતે છે અને સારી રીતે જીતે છે આ સંદર્ભમાં મુખ્યમંત્રી પટેલે જણાવ્યું છે કે, આપણે સાથે મળીને આ મહેણું ભાંગવાનું છે. પાટીલ સાહેબે તો જણાવ્યું છે કે, પેજ સમિતી ક્યાંય બાકી હોય તો એક્ટિવ કરી દેવામાં આવશે અને એનાથી જ સારા પરિણામ મળશે તો આપણે સૌએ સાથે મળીને આ મહેણું ભાંગવાનું છે.’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આપણે સાથે મળીને કામ કરવાનું છે અને ફરિયાદ હોય તો મારા સુધી પહોંચતી જરૂર કરજો. મારા સુધી વાત આવશે તો પુરી તાકાતથી તેને હું દુર જરૂર કરીશ. મારા સુધી કેમ પહોંચવું એ તો તમને ખબર જ છે તમારા પાસે મારો નંબર છે.

મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું કે, પાછળ બેઠેલા લોકોને કહ્યું કે, ભાઈ તમે લોકો પણ સાથે છો ને? પાછળવાળા લોકો કાયમ એવું માનતા હોય છે કે જવાબદારી આગળ બેસેલા લોકોની જ હોય છે પરંતુ આપણે હળવા અંદાજમાં સારી રીતે કામ કરવાનું છે. સૌએ સાથે મળીને મહેનત કરવી પડશે.

Scroll to Top