કોરોનાની બીજી લહેરે રાજ્યને હચમચાવી દીધું છે. ત્યારે આ કોરોનાની સારવાર માટે વૈકસીન આપવામાં આવે છે. ત્યારે માનવતાને નેવે મુકીને મહામારીમાં ઉઘાડી લૂંટ ચલાવતી ઘણી ખાનગી હોસ્પિટલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યારથી કોરોના આવ્યો છે અને પ્રાઈવેટ હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે છૂટ મળી છે ત્યારથી હોસ્પિટલોએ સારવારના નામે લૂંટવાના ધંધા શરૂ કરી દીધી છે. જો કે રાજ્યમાં એક બાજુ મફત વેક્સિન માટે રજીસ્ટ્રેશનના ઠેકાણા નથી. આ વૈકસીન માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે ત્યારે રજીસ્ટ્રેશન માટે લોકો ફોન ખોલીને સ્લોટ મળી જાય તેની રાહ જોઈને બેસી રહે છે. ત્યારે હવે અમદાવાદ મનપા દ્વારા બીજી તરફ પ્રાઈવેટ હોસ્પિટલો 1000 રૂપિયા લઈને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન પર લોકોને વેક્સિન આપી રહી છે. જો કે હોસ્પિટલોને આ વેક્સિન 600 રૂપિયાની કિંમતે જ પડે છે, અને તેઓ આ વૈકસીનમાં પોતાનો ચાર્જ ઉમેરીને 1000 રૂપિયામાં લોકોને વૈકસીન આપી રહી છે.
જો કે એકબાજુ સરકારી મફત વૈકસીન માટે સ્લોટ બૂક કરાવવા માટે લોકોને ફાં ફાં પડી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકાર હસ્તક ખાનગી હોસ્પિટલો દ્વારા લોકો પાસેથી પૈસા લઈને GMDC ગ્રાઉન્ડમાં વેક્સિન આપવામાં આવી રહી છે અને તેમને આ માટે કોઈ ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડી રહ્યું નથી. ફક્ત 1000 રૂપિયા લઈને ત્યાં કાર્ય સ્થળે જ તેમનું નામ નોંધીને તાત્કાલિક વૈકસીન આપી દેવામાં આવે છે. ત્યારે આ વૈકસીન લેવા માટે GMDC બહાર ગાડીઓની લાઈનો લાગી જોવા મળી રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની પ્રેસ કોન્ફરસન્સ યોજાઈ હતી ત્યારે આ મામલે મુખ્યમંત્રીનું કહેવું છે કે, હોસ્પિટલોને કેન્દ્રએ બનાવેલી સિસ્ટમ મુજબ કંપની પાસેથી ડોઝ મળી રહ્યો છે. ત્યારે સવાલે એ થાય છે કે સરકારે 3 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. જે હજુ વેક્સિન કંપની પૂરો કરી શકી નથી, ત્યારે ખાનગી હોસ્પિટલોને વેક્સિનનો જથ્થો કેવી રીતે મળી રહ્યો છે? આ મામલે લોકો પણ વિચારમાં છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલી રહેલા એક્વેરિયમ પાર્ક તથા મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે કોરોનાની ત્રીજી વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે એમ પણ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલો કંપની પાસેથી વેક્સિન મેળવીને આપી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વેક્સિનેશન મોટા પાયે થાય અને ઝડપથી ગુજરાતના લોકોને વેક્સિન પ્રાપ્ત કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે ભારત સરકારના સહયોગથી વેક્સિનેશનમાં 45થી ઉપરના લોકોનો પહેલો ડોઝ આપવામાં આવી રહ્યો છે. અને હવે તેના બીજો ડોઝનો વારો આવશે ત્યારે એ પણ લોકોને આપવામાં આવશે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 18 થી 44 વર્ષના લોકોને પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર વેક્સિન આપશે. અને તેનો પણ જે ખર્ચ થશે એ રાજ્ય સરકાર જ ભોગવશે. જો કે અહીં પરસ્થિતિ અલગ જ જોવા મળી રહી છે, જો કે સરકારી મફત વેક્સિન માટે ઠેકાણા નથી, તો બીજી તરફ પ્રાઈવેટ હોસ્પિટલો પૈસા લઈને તાત્કાલિક રજીસ્ટ્રેશન પર વેક્સિન આપી રહી છે. ત્યારે સરકારે જણાવ્યું છે કે એકસાથે રસી લેવા મોટી સંખ્યામાં યુવાનો ભેગા ન થાય અને ધક્કા ન ખાવા પડે એ માટે રજિસ્ટ્રેશન ચાલુ રખાયું છે. હાલમાં રાજ્યમાં દરરોજ સવા લાખ લોકોને રસી મફત આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વેક્સિનેશન માટે કેન્દ્ર સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોને ચાર્જ લઈને વેક્સિન આપવાની વ્યવસ્થા કરી આપી છે. ત્યારે હવે વેક્સિન ઉત્પાદન કરતી કંપનીઓ સીધી ખાનગી હોસ્પિટલોને ચાર્જ લઇને વેક્સિન આપી રહી છે. એના આધારે ખાનગી હોસ્પિટલોમાં જેને પૈસા આપીને વેક્સિન લેવી છે એના માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે રાજ્યમાં અપોલો, શેલ્બી, કેડી તથા સુરતમાં મહાવીર હોસ્પિટલને કંપનીઓએ વેક્સિનનો જથ્થો આપ્યો છે અને જેમને જરૂર હોય એ લોકો અહીંથી ચાર્જેબલ વેક્સિન લઇ છે.
મુખ્યમંત્રીએ કોરોના કંટ્રોલમાં આવી ગયો હોવાનો દાવો કર્યો છે, આ ઉપરાંત તેમણે કહ્યું કે જોકે કોરોના પૂરો થઈ ગયો હોય એવું આપણે માનતા નથી. એપ્રિલમાં 14000 કેસ રોજના આવતા હતા. ગઈ કાલે 2500 કેસ આવ્યા છે. કેસ ઘટી ગયા છે એટલે હાલના તબક્કે આ હોસ્પિટલ ચાલુ કરવામાં નહીં આવે. જરૂર પડે ત્યારે હોસ્પિટલ ચાલુ કરવામાં આવશે. જરૂર પડે ત્યારે 24 કલાકમાં હોસ્પિટલ ચાલુ કરી શકાશે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકારે આવનારી કોરોનાની ત્રીજી લહેર સામે પણ લડવા માટેનું વિસ્તૃત આયોજન કરી લીધું છે.