ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ઠંડી વધી રહી છે અને ફુલગુલાબી ઠંડીમાં મોસમની મજા મણવા પ્રવાસીઓ હિલ સ્ટેશનો પર જઇ રહ્યા છે. આવામાં ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં ઠંડી ખુબ જ વધી રહી છે અને અહીં તો રસ્તા પર બરફની ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
આબુ પછી ફતેહપુર સૌથી ઠંડું રહ્યું હતું
આબુ પછી ફતેહપુર સૌથી ઠંડું હતું. લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી 24 કલાકમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.
ચિત્તોડગઢમાં તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું
ચિત્તોડગઢમાં હાડ ઉંચી કરી નાખનારી ઠંડી. તાપમાન 6 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
દિવસે સૂર્યપ્રકાશ, રાત્રે ધુમ્મસ
શિયાળાની શરૂઆત થતાં જ લોકો હવે બોનફાયરનો આશરો લઈ રહ્યા છે. દિવસ દરમિયાન તડકો અને રાત્રે ધુમ્મસ.
8 શહેરોમાં પારો 2 ડિગ્રી ગગડ્યો, આવતીકાલથી ઠંડો પવન ફૂંકાશે!
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 શહેરોમાં તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડ્યો છે. શુક્રવારથી ઠંડા પવનની શક્યતા છે.
હવામાન શુષ્ક રહેશે, તીવ્ર શિયાળાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક સપ્તાહ સુધી હવામાન શુષ્ક રહેશે. તીવ્ર શિયાળો જોવા મળી શકે છે.