અમદાવાદમાં કોરોનાને કારણે દર્દીઓ સ્થિતી વધારે કથળી છે જેના કારણે મેડિકલ સ્ટાફની પણ અછત સર્જાઈ રહી છે ઉપરાંત સતત કામ કરવાને કારણે મેડિકલ સ્ટાફ ઉપર પર પ્રેશર વધી રહ્યુ છે જેથી હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછત ભરવા માટે માગણી કરવામાં આવી હતી.
આ માગણીને લઈને હવે સીવીલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા નાયબ કલેક્ટરો તેમજ મામલતદાર દ્વારા ડ્યુટી ફાળવવામાં આવી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ ઘણા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે દર્દીઓની સંખ્યા વધી જવાને કારણે અહીયા સ્ટાફની અછત સર્જાઈ હતી જેના કારણે પેરામેડિકલ સ્ટાફની અહીયા માગણી કરવામાં આવી હતી.
સમગ્ર મામલે હવે 9 અધિકરીઓને સિવિલ હોસ્પિટલમાં ફરજ પર મોકલવામાં આવ્યા છે આ દર્દીઓમાં નાયબ કલેક્ટર મામલતદાર તેમજ મદદનીશ પોલીસ કમીશનરને પણ હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવ્યા છે ઉપરાંત 30 એપ્રિલ સુધી સિવિલમાંજ તેમને ડ્યુટી કરવી પડશે તેવા આદેશ પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે જેથી દર્દીઓને પૂરતી સેવા મળી રહે.
કોરોના મહામારીને કારણે લોકો કંટાળી ગયા છે ઈલાજની આશાએ દર્દી હોસ્પિટલમાં જાય છે પરંતુ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં સ્ટાફ ન હોલાને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલ 1200 બેડની હોસ્પિટલમાં 2580 કરતા વધારેનો સ્ટાફ કામે લાગેલો છે જ્યા દિવસરાત આ લોકો દર્દીઓ માટે ખડે પગે ઉભા રહીને તેમની સેવા કરી રહ્યા છે.
કોરોનાને કારણે દર્દીઓની માનસીક સ્થિતી પણ દિવસેને દિવસે બગડી રહી છે જેના કારણે ડૉકટરો તે વાતનું પાણ ધ્યાન રાખી રહ્યા છે કે દર્દીઓને કોઈ પણ ભોગે તકલીફ ન પડે અને તેમની યોગ્ય રીતે સારવાર થાય તેમ છતા પણ દિવસેને દિવસે મોતનો આંકડો વધી રહ્યો છે જેના કારણે કોરોનાને લઈને હવે લોકોમાં ભયનો માહો ફેલાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારેમ હવે દિવસેને દિવસે લોકોનું જનજીવન ખોરવાઈ રહ્યું છે રાત્રી કર્ફયુંને કારણે વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે સાથેજ લોકોમાં પણ હવે ક્યાંકને કયાંક રોષ જોવા મળી રહ્યો છે જેના કારણે હવે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જોકે અન્ય રાજ્યો કરતા ગુજરાતની પરિસ્થિતી હજું સારી છે કારણકે મહારાષ્ટ્ર અને દિલ્હીમાંતો ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે.