ઇન્ડીયન આઇડલ ૧૨ ના હોસ્ટ આદિત્ય નારાયણ થોડા દિવસો પહેલા કોરોના વાયરસની ટેસ્ટ રિપોર્ટમાં પોઝીટીવ આવ્યા હતા. ત્યાર બાદ શોના પ્રખ્યાત સ્પર્ધક પવનદીપ રાજન પણ ટેસ્ટમાં કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. રિયાલીટી શોથી જોડાયેલ એક સુત્રે જણાવ્યું છે કે, વાયરસના સંક્રમણથી હોવાના કારણે પવનદીપ રાજનને હોટલના એક રૂમમાં કોરેનટાઈન કરી દેવામાં આવ્યા છે. તે સંક્રમણને માત આપ્યા બાદ શોમાં વાપસી કરી શકશે.
પવનદીપના કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ શોના અન્ય બધા સ્પર્ધક, જજ અને હોસ્ટની સાથે સેટ પર આવનાર અને બેકસ્ટેજ શોથી જોડાયેલ લોકોનું કોવિડ-19 નું ટેસ્ટ કરવામાં આવ્યું છે. પરંતુ હજુ તેના પર બધા લોકોની કોરોના વાયરસની ટેસ્ટ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
આદિત્ય નારાયણને કોરોના થયા બાદ શોને તેમ છતાં રિત્વિક ધનજાની હોસ્ટ કરી રહ્યા હતા. વિશાલ દદલાની, હિમેશ રેશમિયા અને નેહા કક્કડ ‘ઇન્ડીયન આયડલ 12’ ના જજના રૂપમાં શોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, સાવચેતી રાખતા શોના ઘણા સ્પર્ધકને જુહુની હોટલમાં બાયો બબલમાં રાખવામાં આવ્યા છે. ઉત્તરાખંડના વાતની પવનદીપ છેલ્લા કેટલાક દિવસોથી હળવા લક્ષણો અને નબળાઈનો સામનો કરી રહ્યા હતા. તેને ધ્યાનમાં રાખતા શોના મેકર્સે તેમનું કોવિડ-19 ટેસ્ટ કરાવ્યું છે. ટેસ્ટની રિપોર્ટ પોઝીટીવ આવી છે.
કોરોના સંક્રમિત હોવાના કારણે પવનદીપ હવે ફિલ્મસીટીમાં શોના સ્ટેજ પર ગીત ગાય શકશે નહીં. તેમને હવે હોટલના પોતાના રૂમમાં વર્ચ્યુઅલી પોતાના ગીતનું ટેલેન્ટ દેખાડવું પડશે. શોમાં આ અઠવાડિયે સંગીતકાર કલ્યાણજી સ્પેશલ એપિસોડ અને અન્ય એપિસોડ્સનું પ્રસારણ કરવામાં આવશે. આ ખાસ એપિસોડમાં ચાહકોને પવનદીપના ટેલેન્ટનું વર્ચ્યુઅલ નજારો જોવા મળશે.