કૉન્ડોમ બાદ હવે, આ વસ્તુઓ ની કિંમત પણ સરકાર નક્કી કરશે.જાણો વિગતે.

સરકાર ઘણી વાર પ્રોડક્ટ ની કિંમત માં ફેરફાર કરતી હોય છે અને એના કારણે કંપનીઓ ઘણું નુકસાન થતું હોય છે.અને આ વર્ષે પણ ઘણા ફેરફાર કરવા જઈ રહી છે.

સરકાર હવે હેન્ડ વોશ, સેનેટરી નેપ્કિન્સ, એડલ્ટ ડાયપર તેમજ સરફેર ક્લીનર ની કિંમતો પર નિયંત્રણ મૂકે તેવી શક્યતા છે.સૂત્રોનું માનીએ તો, હાલ જીવનજરુરી હાઈજિન પ્રોડક્ટ્સની એક યાદી બનાવાઈ રહી છે.

જેને પ્રાઈસ કંટ્રોલ હેઠળ લાવવામાં આવશે.સરકારના આ સંભવિત નિયંત્રણના અહેવાલ બાદ હાઈજિન પ્રોડક્ટ મેકર્સે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે.

કે જો આમ થયું તો તેઓ પ્રિમિયમ વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ બંધ કરી દેશે. કંપનીઓનું કહેવું છે કે,આ રેન્જની પ્રોડક્ટ્સના બેસિક વર્ઝન સસ્તા હોય છે.

 

જોકે, સારી ક્વોલિટીની પ્રોડક્ટ્સને સસ્તા ભાવે વેચવી શક્ય નથી.એક મલ્ટિનેશનલ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવના જણાવ્યા અનુસાર.

આવી પ્રોડક્ટ્સની એડવર્ટિઝમેન્ટ,નવા લોન્ચિંગ તેમજ ઈનોવેશન પાછળ મોટો ખર્ચ થતો હોય છે.તેમાં હાલ માર્જિન આમ પણ ઓછું છે,અને કંપનીઓ તેનો વપરાશ વધે તેવા પ્રયાસ કરી રહી છે.

ત્યારે તેના પર જો પ્રાઈસ કેપ આવી જાય તો મુશ્કેલી ઉભી થશે અને કિંમતો માં ફેરફાર કરવા ને કારણે કંપનીઓ ની આવક માં ઘણો ફેરફાર જોવા મળે છે.

ભારતમાં સેનેટરી નેપ્કિન સેગમેન્ટમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ,યુનિચાર્મ તેમજ જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો દબદબો છે.

આ અહેવાલ આવતા જ PGHHના શેરમાં આજે ત્રણ ટકાનો કડાકો બોલાયો હતો.મહત્વનું છે.સરકારે છ વર્ષ પહેલા કોન્ડોમ પર પણ પ્રાઈસ કેપ લાગુ કરી હતી.

 

જેના કારણે કંપનીઓએ માર્કેટિંગ તેમજ ઈનોવેશન પાછળનો ખર્ચો ઘટાડી દેતા ગયા વર્ષે પહેલીવાર કોન્ડોમના વેચાણમાં ઘટાડો થયો હતો.

અને આ મહિના માં સરકાર દવાઓ માં પણ ફેરફાર કરી શકે છે અને મહિનાના અંત સુધી દેશમાં દવાઓની કિંમતો નક્કી કરવાની પ્રક્રિયામાં વ્યાપક ફેરફાર જોવા મળી શકે છે.

આ ફેરફાર માટે સરકાર દ્ધારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં એક નવો પ્રાઇસ ઇન્ડેક્સને ઇન્ટ્રોડ્યૂસ કરવાની વાત પણ સામેલ છે.

આ પ્રાઇસ ઇન્ડેક્સ ફાર્મા સ્યૂટિકલ પ્રોડક્ટ્સ માટે હશે જે દેશમાં વેચાતી બધી દવાઓની કિંમતો નિર્ધારણનો બેન્ચમાર્ક હશે.જેમાં દવાઓ પણ સામેલ હશે જે હાલ ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડરમાં નથી આવતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top