News

કોંગ્રેસનાં ધારાસભ્યો ભાજપમાં જોડાતાં,જીતુ વાઘણીએ આપ્યું એવું નિવેદન, જે જાણી તમે પણ ચોંકી જશો…..

કોંગ્રેસમાં એક પછી એક ટપોટપ વિકેટો પડવા લાગી છેત્યારે આ સમગ્ર બાબત પર જીતુવાઘણી એ વિવાદિત નિવેદન આપ્યું છે આવો જાણીએ તેના વિશે.રાજ્યસભાની ચૂંટણી બાદ હવે પક્ષપલટાની મોસમ શરૂ થઈ હોય તેમ લાગે છે અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા 8 ધારાસભ્યોમાંથી પાંચ પૂર્વ ધારાસભ્યો આજે ભાજપનો ખેસ ધારણ કર્યો.

બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી અને જે.વી. કાકડિયા ઉપરાંત અક્ષય પટેલ અને પ્રધ્યુમનસિંહ જાડેજા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ પૂર્વ કોંગી ધારાસભ્યો ભાજપમાં જાડાયા છે.રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા કોંગ્રેસના પાંચેય ધારાસભ્યોએ ભાજપમાં જોડાયા છે.

જોકે કોરોના સંકટ વચ્ચે પાંચ પૂર્વ કોંગી ધારાસભ્યોનો પ્રવેશનો કાર્યક્રમ સાવ ફિક્કો જોવા મળ્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં પ્રધુમ્નસિંહ જાડેજા, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, અક્ષય પટેલ અને જે.વી. કાકડિયા ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ તૂટી રહી છે. તેવો આક્ષેપ લગાવ્યો.પેટાચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જાડાયા છે. ત્યારે તેઓની પેટાચૂંટણીને લઈને ટિકિટ પાકી થઈ હોવાની પણ ચર્ચાઓ છે.

ઉલ્લેખનિય છે કે પ્રજાના કામ ન થવાને લઈને પાર્ટી છોડી હોવાનું કોંગી ધારાસભ્યો રટણ કરતા જોવા મળ્યા હતા. તો સાથે જ પોતાના સમર્થકો જેમ કહે તે પ્રમાણે કામ કરશે તેવો દાવો કરતા હતા અને હવે તેઓ ભાજપનો કેસરીયો ધારણ કરશે.

તમણે કહ્યું કે, ભાજપની વિકાસ યાત્રામા હવે પૂર્વ પાંચ ધારાસભ્ય સામેલ થયા છે. કોંગ્રેસમાં અંદરોઅંદર કકળાટ છે. તેમણે કહ્યુ કે, વિચારના કારણે મતભેદ હોય પરંતુ કોંગ્રેસની બેઠકોમાં કોને હરાવવા અને કોને જીતાડવા તે સહિત સત્તા માટે અંદરો અંદર ડખા જોવા મળ્યા. તેમણે કહ્યુ કે કોંગ્રેસ તૂટવાનું કારણ કોંગ્રેસ જ છે.કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા પાંચકોંગી ધારાસભ્યોનો ભાજપમાં પ્રવેશ.જીતુ વાઘાણીની હાજરીમાં પાંચેય પૂર્વકોંગી ધારાસભ્યોનો ભાજપમાં પ્રવેશ.કેસરીયો ખેસ પહેરાવી પાંચેય પૂર્વકોંગી ધારાસભ્યોએ ભાજપમાં કર્યો પ્રવેશ.પાંચ પૂર્વ કોંગી ધારાસભ્યોના પ્રવેશનોકાર્યક્રમ સાવ ફીક્કો રહ્યો.પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ તૂટી રહી છે.

તેવો આક્ષેપ લગાવ્યો. તેમણે કહ્યુ કે આજે કોંગ્રેસ બેહાલ સ્થિતિમાં છે. કોંગ્રેસ ટુકડે-ટુકડે ગેંગ અંગે સવાલ નથી કરતી અને નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ પર આક્ષેપ કરે છે.કોંગ્રેસના ઝઘડાઓના કારણે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે.રાજ્યમાં કોંગ્રેસ નેતૃત્વ વિહોણી છે જેથી ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પોતાના બચાવ માટે આ પ્રકારના આરોપ ભાજપ પર કરવામાં આવી રહ્યા છે. બાકી કોંગ્રેસનું નેતૃત્વ રાજ્ય અને દેશમાં હવે જોવા મળતુ નથી.મિત્રોહવે જાણી લઈએ કોંગ્રેસ માંથી ભાજપ નો હાથ પકડનાર લોકો ની યાદી વિશે.

(૧)બ્રિજેશ મેરજા.


મોરબીથી કાંગ્રેસના ધારાસભ્ય પદે ચૂંટાયા હતા.સોનિયા ગાંધીને મેઈલ કરીને રાજીનામું મોકલ્યું. મોરબીમાં કાંગ્રેસના એકહથ્થુ શાસનમાં બ્રિજેશ મેરજાની મહત્વની ભૂમિકા.૧૨ વખત પ્રધાનોના અંગત મદદનીશ તરીકે રહ્યા.૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપના કાંતિ અમૃતિયા સામે વિરોધ હતો. બ્રિજેશ મેરજાએ કાંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતાશે તેવી ગણતરી સાથે ભાજપ છોડ્યું.ફરી કાંગ્રેસની સાથે આવીને તેઓ પાટીદાર આંદોલનના જુવાળ પર ચૂંટાયા.વહીવટી તંત્રની આંટીઘૂંટીમાં માહેર બ્રિજેશ મેરજાના રાજકીય પક્ષો સાથે સારા સંબંધો.રાજીનામું આપવાનું શું આપ્યું કારણ.મત વિસ્તારના લોકોની સેવા કરવા પક્ષમાં અસમર્થ હોવાનો ઉલ્લેખ.રાજીનામું આપ્યા બાદ નવી ઈનિંગ રમવાની વાત કહી હતી

(૨)અક્ષય પટેલ.

કરજણથી કાંગ્રેસના ધારાસભ્ય પદે રહ્યા.અક્ષય પટેલના પુત્રનું નામ રેતી ખનનમાં ચર્ચામાં આવ્યું હતુ.ખનીજ વિભાગના અધિકારીઓએ પોલીસમાં અરજી પણ કરી હતી.અક્ષય પટેલની ધારાસભ્ય પદેથી વિકેટ પાડવા  ભાજપનો આ ચક્રવ્યૂહ કામ કરી ગયો હોવાની ચર્ચા.રાજીનામું આપવાનું શું આપ્યું કારણ?જનતાનું કામ ન થતું હોવાનું આપ્યું હતું કારણ

(૩)જીતુ ચૌધરી.

કપરાડાથી કાંગ્રેસના ધારાસભ્ય પદે ચૂંટાયા.૩૫ વર્ષ કોંગ્રેસમાં રહ્યા.કાકડકોપર ગામે સરપંચ બની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી.ચાર ટર્મ તેઓ સતત ધારાસભ્ય પદે ચૂંટાયા.કપરાડા આદિવાસી પટ્ટા પર આગવી ઓળખ બનાવી.કપરાડા બેઠક પર વર્ષોથી કાંગ્રેસ હેઠળ હોવામાં જીતુ ચૌધરીએ મહત્વની ભૂમિકા ભજવીકાંગ્રેસ છોડવાનું શું આપ્યું કારણ.પૂર્વ સાંસદ કિશન પટેલના કારણે પાર્ટી છોડી હોવાનું કહ્યું.લોકસભા ચૂંટણી સમયે કિશન પટેલે જીતુ ચૌધરીને હરાવવાનો પ્રયત્ન કર્યાનો આક્ષેપ.કિશન પટેલની પક્ષવિરોધી પ્રવૃતિ અંગે હાઈ કમાન્ડને રજૂઆત પરંતુ પગલા ન ભરતા રાજીનામું આપ્યું

(૪) પ્રદ્યુમ્નસિંહ જાડેજા.

અબડાસાથી કાંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય પદે ચૂંટાયા હતા.સરકારી કાર્યક્રમમાં તેઓની હાજરીથી શરૂ થઈ હતી ચર્ચાઓ.ભુજના મેઘલાડુ મહોત્સવમાં સરકારના કાર્યક્રમમનો માંફાટ વખાણ કર્યા હતા.દુષ્કાળના સમયમાં સીએમ રૂપાણીની કામગીરીના જાહેરમાં પ્રદ્યુમ્નસિંહે વખાણ કર્યા હતા ૧૦ હજાર કરતા વધુ મતે કાંગ્રેસની ટિકિટથી ચૂંટાયા

(૫)જે.વી. કાકડિયા.

અમરેલીના ધારીથી કાંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા.પાટીદાર આંદોલનની અસર હેઠળ જીતીને આવ્યા હતા.જે.વી. કાકડિયાની પત્નીએ કાંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર.ભરતસિંહ સોલંકી પર લગાવ્યા હતા આક્ષેપ.

જો આપણે એક નજર કરીએ અત્યાર સુધી કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા સાંસદ-ધારાસભ્ય ની તો ઢગલાબંધ છે.આવો જાણીએ.પહેલું નામ કુંવરજી બાવળિયા,થી શરૂ થાય છે ત્યારબાદ ડો. આશા પટેલ,જવાહર ચાવડા,વિઠ્ઠલ રાદડિયા,જ્યેશ રાદડિયા,નરહરિ અમીન,રાધવજી પટેલ,ધર્મેન્દ્રસિંહ જાડેજા,બાવકુ ઉંઘાડ,સી. પી સોજીત્રા,જશાભાઇ બારડ,તેજશ્રી પટેલ,રામસિંહ પરમાર,અમિત ચૌધરી,માનસિંહ ચૌહાણ,સીકે રાઉલજી,ભોળાભાઇ ગોહિલ,કરમશી પટેલ,મહેન્દ્રસિંહ વાઘેલા,બલવંતસિંહ રાજપૂત,પ્રહલાદ પટેલછનાભાઇ ચૌધરી,શ્યામજી ચૌહાણ,ગિરીશ પરમાર,જ્યંતિલાલ પરમાર,સુંદરસિંહ ચૌહાણ,નિમાબહેન આચાર્ય,છબીલ પટેલ,રાજેન્દ્ર ચાવડા,પ્રભુ વસાવા,પરેશ વસાવા,કુંવરજી હળપતિ,દલસુખ પ્રજાપતિ,પરસોત્તમ સાબરિયા,વલ્લભ ઘાવરિયાજીવાભાઇ પટેલ,મનીષ ગિલીટવાલા,શંકર વારલી,લીલાધર વાઘેલા,દેવજી ફતેપરા,કુંવરજી હળપતિ,પરબત પટેલ,તુષાર મહારાઉલ,ઉદેસિંહ બારિયા,ભાવસિંહ ઝાલા,લાલસિંહ વડોદિયા,મગન વાઘેલાઇશ્વર મકવાણા,સુભાષ શેલત,ઉર્વશીદેવી,મનસુખ વસાવા,કરસનદાસ સોનેરી,ભાવસિંહ રાઠોડ,અનિલ પટેલ,નટવરસિંહ પરમાર,જયદ્રથસિંહ પરમાર,અને અંતમાં પીઆઇ પટેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker