અમારો મેનીફેસ્ટો બંધ બારણે નહીં. અમે આ ઢંઢેરો પ્રજાના હિતને ધ્યાને રાખીને તૈયાર કર્યો છે: રાહુલ ગાંધી
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી આજે પોતાનો મેનિફેસ્ટો રજૂ કર્યો હતો. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટી કાર્યાલયમાં ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો અને પોતાનાં એજન્ડાને દેશની સામે મૂકશે. કોંગ્રેસ પહેલેથી જ ન્યાય યોજના, સ્ટાર્ટ અપ અને 22 લાખ ભરતીઓની વાત કરી રહી છે અને આજે તેનાં પર ખુલીને તેઓ વાત કરી હતી. બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢોરો જાહેર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશના લોકોનો અવાજ, એક વર્ષ પહેલા ચૂંટણી ઢંઢેરાની તૈયારી શરૂ કરી હતી. અમારો મેનીફેસ્ટો બંધ બારણે નહીં. અમે આ ઢંઢેરો પ્રજાના હિતને ધ્યાને રાખીને તૈયાર કર્યો છે.
વચનો
- લોકોને ન્યાય યોજના હેઠળ સીધા બેંક ખાતામાં રકમ મળશે
- રોજગારનો ચૂંટણી ઢંઢેરામાં પણ સમાવેશ
- કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કોઇ લોભામણી જાહેરાતો નથી
- ખેડૂતો માટે અલગથી સુરક્ષિત બજેટ હશે
- કુલ ઘરેલું ઉત્પાદનનો 6% શિક્ષણ પર ખર્ચ કરશે
- માર્ચ 2020 સુધીમાં 22 લાખ ખાલી સરકારી જગ્યાઓ ભરાશે
- 3 વર્ષ સુધીમાં તમામ યુવાઓને બિઝનેસ કરવા કોઇ મંજૂરી નહીં લેવી પડે
- મનરેગા હેઠળ 150 દિવસ કામ આપીશું
- ખેડૂતો દેવું નાચૂકવી શકે તો તે અપરાધ નહીં ગણાય