ગુજરાત ચૂંટણીમાં ભાજપને જીત અને બહુમતી ભલે મળી હોય પણ તે વચ્ચે ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા ચોંકવનારા છે. આ આંકડા મુજબ કોંગ્રેસને 50.5 ટકા લોકોએ વોટ આપ્યા છે. નોંધનીય છે કે પોસ્ટલ બેલેટ પેપરમાં થયેલા વોટિંગ મુજબ આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ કોંગ્રેસને 50.5 ટકા લોકોએ વોટ આપ્યો છે. જ્યારે ભાજપને 42.37 ટકા લોકોએ વોટ આપ્યો છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે ભલે જીત મેળવી હોય પણ પોસ્ટલ વેલેટમાં કોંગ્રેસે બાજી મારી છે.
ચૂંટણી પંચના આંકડા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટો પર થયેલા કુલ 2.35 લાખ લોકોએ પોસ્ટલ બેલેટ વોટિંગ કરી છે. જેમાં ભાજપને 99,650 વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 118,792 વોટ મળ્યા છે. આમ કુલ 50.5 ટકા વોટ મળ્યા છે. નોંધનીય છે કે 2012માં પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે 2.75 લાખ લોકોએ પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી હતી. પણ તે વખતે વોટિંગ ભાજપની તરફેણમાં હતી.
NOTA ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નન ઓફ ધ અબાઉ એટલે કે NOTAનો પણ બહોળો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તેણે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આંકડા મુજબ નોટા ચોથા નંબરે રહ્યું હતું. અને લગભગ 5.5 લાખ મતદાતાઓએ ઉપરોક્ત કોઇ પણ નહીં એટલે કે નોટાના બટન પર ક્લિક કર્યું હતું. આમ હિસાબ લગાવીએ તો ગુજરાતમાં લગભગ 1.8 ટકા મતદાતાઓએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નોટાના બટનનો ઉપયોગ કર્યો હતો.
પોસ્ટલ બેલેટ પેપર મોટાભાગના લોકો વોટિંગ ખાલી ઇવીએમ મશીનથી જ કરે છે. જો કે પોસ્ટલ બેલેટ પેપરથી પણ વોટિંગ કરી શકાય છે. ચૂંટણીના દિવસે જે કર્મચારીઓની ડ્યૂટી લાગે છે જેમ કે પોલીસકર્મી, શિક્ષક કે અન્ય સરકારી અધિકારીઓ તેમની વોટિંગ પહેલા કરવામાં આવે છે. તે પણ બેલેટ પેપર દ્વારા. ઇવીએમથી કેટલા વોટ મળ્યા તેની સંખ્યાં અલગ હોય છે. અને બેલેટ પેપરથી કેટલા વોટ મળ્યા તેની સંખ્યા અલગ હોય છે. જે ફાયનલ આંકડો આવે છે તેને બંન્ને વોટ સાથે જોડવામાં આવે છે.