ગુજરાતમાં સતત કોરોના વાયરસના સંક્રમણે હાહાકાર મચાવેલો છે. રાજ્યમાં સતત કોરોનાના 11 હજારથી વધુ કેસ સામે આવી રહયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. કોરોનાના ઝપેટમાં સામાન્ય વ્યક્તિથી નેતાઓ અને નેતાઓના પરિવારના ઝપેટમાં આવી ગયા છે. જ્યારે આ બાબતમાં કોંગ્રેસ પાર્ટીથી મોટા સમાચાર સામે આવી રહયા છે. ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના ઘરથી દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાના કારણે નિધન થઈ ગયું છે. હાર્દિક પટેલના પિતા કોરોના સંક્રમિત હતા અને આજે સવારે તબિયત બગડતા તેમને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું નિધન હૃદય બંધ પડી જવાના કારણે થયું છે. જેના કારણે હાર્દિક પટેલના ઘરે શોકનો માહોલ છવાઈ ગયો છે.
હાર્દિક પટેલે 2 મેના રોજ તેમનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું ટ્વીટ દ્વારા જ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટરોની સલાહ મુજબ, ઘરે જ મારી સારવાર ચાલી રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી જલ્દી ઠીક થઈ જઈશ. જ્યારે હવે સમાચાર એવા આવ્યા છે કે, હાર્દિક પટેલના પિતાએ જીવ ગુમાવી દીધો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 11 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,892 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન 119 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આ દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે.
આ સિવાય અમદાવાદના કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 3,442 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,00,920 પહોંચી ગઈ છે. આ રીતે અમદાવાદમાં પ્રતિ 10 લાખની વસતી સરેરાશ 27,873 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. જેના કારણે અમદાવાદમાં અત્યારે કોરોનાનું જોર સખ્ત વધી રહ્યું છે.