પંજાબના અમૃતસરમાં જે જગ્યાએ રેલ દુર્ધટના થઇ હતી ત્યાં ગયા વર્ષે દશેરાનું આયોજન થયું ન હતું. આ વર્ષે કોંગ્રેસના મંત્રીના દીકરાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આખા મામલામાં કોંગ્રેસના મંત્રીના દીકરા સૌરભ મિઠુ મદાનનું નામ સામે આવી રહ્યું છે.
બીજી તરફ જ્યાં આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખાલી જમીન અને રેલવે ટ્રેકની વચ્ચે 5 ફૂટ ઊંચી દિવાલ હતી. પરંતુ બધા લોકો સારો નજારો જોવા માટે દિવાલ અને ટ્રેક પર ઉભા હતા. આ દરમિયાન જ આ હાદસો થયો હતો. જ્યાં દુર્ઘટના થઇ તે બે ફાટકથી 400 ફૂટના અંતરે આવેલી છે.
ટ્રેનની વિસલ પણ ન સંભળાઇ
આ ટ્રેન જલંધરથી અમૃતસર આવી રહી હતી, જે પાટા પરથી ટ્રેન પસાર થવાની હતી ત્યાં રાવણ દહનને નિહાળવા માટે આશરે 300થી વધુ લોકો એકઠા થયા હતા. આ વિસ્તારમાં ડબલ ટ્રેક હોવાથી બન્ને બાજુથી ટ્રેન આવી રહી હતી. જે પાટા પર ઉભેલા લોકો પર ચડી ગઇ હતી. ટ્રેનના ડ્રાઇવરે દુરથી જ વિસલ વગાડવાનું શરુ કર્યું હતું, જોકે તે જ સમયે રાવણનું દહન થઇ રહ્યું હોવાથી લોકો બુમ બરાડા પાડી રહ્યા હતા જેથી ટ્રેનનો અવાજ ન સંભળાયો અને મોટી જાનહાની સર્જાઇ.
રેલવેને ન હતી કોઇ જાણકારી
આ અંગે રેલવેએ કહ્યું કે, પુતળા દહન જોવા માટે લોકો ટ્રેનના પાટા ઉપર એકત્ર થવું એ સ્પષ્ટરૂપથી અતિક્રમણનો મામલો હતો. અને આકાર્યક્રમ અંગે રેલવેએ કોઇ જ મંજૂરી આપી ન હતી. અમૃતસર પ્રશાસન ઉપર આ દુર્ઘટનાની જવાબદારી ઢોળતા સત્તાવાર સુત્રોએ કહ્યું કે, સ્થાનિક અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી. જેમાં એક વરીષ્ઠ મંત્રીની પત્નીએ પણ હાજરી આપી હતી. રેલવે અધિકારીઓએ કહ્યું કે, “અમને આ અંગે કોઇ જાણકારી આપી ન હતી. અમારી તરફથી કાર્યક્રમને લઇને કોઇ મંજૂરી આપવામાં આવી ન હતી. સ્થાનિક પ્રશાસને આ અંગે જવાબાદી લેવી જોઇએ.”
PHOTOS: રાવણ દહન જોઈ રહેલા લોકોને ટ્રેને કચડ્યા, ચારેબાજુ પડી લાશો
પોલીસના મતે આ ઘટનામાં 50થી વધારે લોકોના મોત થયાની આશંકા છે.આ ઘટના અમૃતસરના જોડા ફાટક પાસે બની હતી.
એક ટ્રેન પઠાનકોટથી અમૃતસર જઈ રહી હતી. નજરે જોનાર લોકોના મતે ફટાકડાના અવાજમાં ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો.
ઘટનાસ્થળના 100થી 150 મીટરના દાયરામાં લાશો જોવા મળે છે. એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ અભિયાનમાં લાગી ગઈ છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે દશેરાનો કાર્યક્રમ કોંગ્રેસી નેતા કરાવી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર ચીફ ગેસ્ટ હતી.