કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર સામેલ થઈ શકે છે, આ તારીખના કરાશે જાહેરાત, સૂત્ર દ્વારા મળી મોટી જાણકારી

ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબ જેવા મહત્વના રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રાપ્ત માહતી મુજબ જાણવા મળ્યું છે કે, CPI નેતા અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

એક નામી ન્યુઝ ચેનલના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે બંને નેતા કોંગ્રેસમાં સામેલ થવાની જાહેરાત 28 સપ્ટેમ્બરના કરવામાં આવી શકે છે. આ મહિનાની શરૂઆત જ રાજકારણ ગરમાવો આવવાની સાથે જ ચર્ચાઓ થવા લાગી છે કે, કન્હૈયા કુમારની કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ હતી. તે પણ સાંભળવામાં આવ્યું છે કે, એક નહીં પણ બે વખત તેની રાહુલ સાથે મુલાકાત થઇ હતી.

કન્હૈયા કુમાર દ્વારા રાહુલ ગાંધી સાથે કોઇપણ મુલાકાતની વાત ફગાવવામાં આવી નથી. તેમ છતાં મીડિયા રિપોર્ટ્સમાં ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો છે કે, આ બંને બેઠકોમાં પ્રશાંત કિશોર પણ હાજર હતા.જ્યારે કન્હૈયા કુમારની વાત કરવામાં આવે તો તેમનો 2019 ની લોકસભા ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો. તે ભાજપા તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ભાજપાના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહ દ્વારા તેમને મોટા અંતરથી હરાવવામાં આવ્યા હતા.

રાજનીતિક પંડિતો કહેવામાં આવી રહ્યું છે કે, જો તે કોંગ્રેસનો હાથ પકડશે તો તેની રાજનીતિક ઇનિંગ્સની નવી શરૂઆત થઈ શકે છે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ કન્હૈયા કુમારના સહારે બિહારમાં પોતાની ખોવાયેલી પકડને મજબૂત બનાવવા માંગે છે. બીજી તરફ જિગ્નેશ મેવાણીની વાત કરવામાં આવે તો તે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય રહેલા છે.

જાણકારી મળી રહી છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા જિગ્નેશને લઇને દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે વાતચીત પણ કરાવવામાં આવી છે. ગત દિવસોમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ મેવાણી દ્વારા ટિપ્પણી પણ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, આ રાજીનામું નિશ્ચિત રુપથી 2022 ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ચૂંટણી અંકગણિતને તૈયાર કરવાના ઉદ્દેશથી આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવા તૈયારીમાં જોવા મળી રહ્યું છે. ગત વખતે ઘણા ઓછા અંતરથી ભાજપ સામે હાર મળી હતી.

આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ જાહેર જીવનમાં સારું કામ કરતા હોય અને સરકારની ખોટી નીતિ સામે લડત લડી રહ્યા હોય તેવા તમામ લોકોનું કોંગ્રેસ પક્ષમાં સ્વાગત છે. જિગ્નેશ ભાઇ તો કોંગ્રેસના સમર્થિત જ ધારાસભ્ય છે તેથી તેમનું તો સ્વાગત છે.

Scroll to Top