કોંગ્રેસને બીજો મોટો ઝટકો, હવે દ. ગુજરાતના પાટીદાર નેતા ધિરુ ગજેરાએ છેડો ફાડ્યો, જાણો શું કહ્યું ધિરુ ગજેરાએ

કોંગ્રેસને બીજો મોટો ઝટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતના પાટીદાર નેતા ધિરુભાઈ ગજેરાએ કોગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધુ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ઉત્તર ગુજરાતના મહેસાણા પાટીદાર નેતા અને કોંગ્રેસના મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધિરુભાઈ ગજેરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું ધરી દીધુ છે. ધીરુભાઈ ગજેરાએ ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું મોકલાવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસમાં હજુ પણ કેટલાક રાજીનામા પડશે, ધીરુભાઈ ગજેરા સાથે તેમના કાર્યકરો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપશે તેવી શક્યતા છે.

ધિરુભાઈએ આ મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, મારો પરિવાર કેટલાએ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. પરંતુ હવે પ્રઝા કોંગ્રેસની સાથે નથી, જેથી હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યો છું. ધિરુભાઈ ગજેરા આટલે જ અટક્યા ન હતા, તેમણે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો જ કોંગ્રેસ સાથે નથી જેથી આ પક્ષમાં કામ ન કરી શકાય. મે કોંગ્રેસમાં રહી ચાર વખત ચૂંટણી લડી મને મત સારા મળ્યા છે.

ધિરૂભાઈએ ભાજમાં જોડાવાના સંકેત આપ્યા

ધીરુ ગજેરાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બે મહિના અગાઉ જ કોંગ્રેસ પક્ષ ની અને ભાજપ વિરોધ ની તમામ પોસ્ટ્સ ડીલીટ કરી દેવાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વહેલી તકે ધીરુભાઈ ગજેરા ભાજપ નો કેસરિયો ધારણ કરી લેશે. અહી મોટી વાત એ છે કે શા માટે ગજેરા ભાજપ માં જઈ રહ્યા છે? ભૂતકાળ માં ચુંટણી પહેલા જ સક્રિય થવા બદલ તેઓ જાણીતા છે. ૨૦૧૭ ની ચુટણી પહેલા ખાનગી ચેનલો ને આપેલા ઈન્ટરવ્યું માં નરેન્દ્ર મોદી ની છઠ્ઠી જાણું છુ તેવું નિવેદન પણ કર્યું હતું. ચુંટણી પછી કોંગ્રેસ અધ્યક્ષ પર તેમણે સેટલમેન્ટના ગંભીર આરોપો લગાવ્યા હતા. ભરતસિંહએ પક્ષ વિરોધનું કાર્ય અને ટીકીટ ફાળવણી માં પણ ગોટાળા કાર્ય છે તેમ આરોપો લગાવ્યા હતા.

ધીરુભાઈએ રાજીનામા મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા ભાજપ સાથે જોડાવાના સંકેત આપ્યા છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, હું હવે કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ તો તે માત્ર ભાજપ સાથે જોડાઈશ. આ મુદ્દે તેમણે કહ્યું કે, ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લેતા પહેલા મારા કાર્યકોર સાથે ચર્ચા કરીશ, ત્યારબાદ જ આખરી નિર્ણય કરીશ.

તમને જણાવી દઈએ કે, ધિરુભાઈ ગજેરા મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના વતની છે, તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો, ધિરુભાઈ ગજેરાની દક્ષિણ ગુજરાતમાં પાટીદાર નેતા તરીકે સારી પકડ રહી છે. કોંગ્રેસ માટે ચાર વખત ચૂંટણી લડી ચુક્યા છે. મહત્વની વાત એ છે કે, ધિરુભાઈ ગજેરા ભાજપમાં પણ રહી ચુકેલા છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદથી જ ધીરૂભાઈના કોંગ્રેસ સાથે સંબંધમાં અંતર આવી ગયું હતું. ધિરૂ ગજેરાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ધીરૂ ગજેરાએ ટીકીટ ફાળવણીમાં ગોટાળા કર્યા હોવાનાં પણ આક્ષેપ કર્યા હતા. ભરતસિંહનાં અંગત કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરૂદ્ધ કામ કર્યાનાં આરોપ કર્યા હતા.

ઉધોગપતિ અને પૂર્વ ધારાસભ્ય ધિરૂભાઈ ગજેરા 2017ની સુરત બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યાં હતાં અને હારી ગયાં હતાં. ત્યારે અમરેલી ખાતે ધિરૂભાઈ ગજેરાએ કોંગ્રેસની હાર માટેનાં જવાબદાર પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ ભરતસિંહ સોલકીને ઠેરવ્યાં હતાં. આ સાથે કોંગ્રેસનાં પોતાનાં જ માણસો નિષ્ક્રિય રહ્યાં હતાં જેના સબૂત નથી. પણ ભરતસિંહ સોલકીએ પૈસા પણ ઉઘરાવ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી ભાજપ સાથે સિન્ડિકેટ કરતાં હોવાનો પણ ધિરૂભાઈ ગજેરાએ આક્ષેપ કર્યો હતો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here