કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવનું નિધન, એપ્રિલમાં થયા હતા કોરોના સંક્રમિત

કોરોના વાયરસથી સંક્રમિત કોંગ્રેસની રાજ્યસભાના સદસ્ય રાજીવ સાતવને એક નવા વાયરસથી સંક્રમિત થઇ ગયા હતા. અને તેમની હાલત ખૂબ જ નાજુક થઇ ગઈ હતી. મહારાષ્ટ્ર ના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શનિવારે આ વાતની માહિતી આપી હતી. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. જો કે થોડા દિવસ પહેલા પણ તેમની તબિયત બગડતાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્ય સુધરતાં વેન્ટિલેટર હટાવાયું હતું. જો કે આજે સવારે તેમની તબિયત વધુ બગાડતા તેમનું નિધન થયું છે. અંગે માહિતી રણદીપસિંહ સુરજેવાલાએ તમને ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને આપી છે.

જાલનામાં પત્રકારો સાથે વાત કરતા ટોપે કહ્યું, “સાતવ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા હતા, પરંતુ તેમની તબિયત ફરી વધુ બગડતી જઈ રહી છે અને હવે તેમની હાલત ઘણી નાજુક થઇ ગઈ હતી. ડૉકટરોને ખબર પડી છે કે તે સાઈટોમેગાલોવાયરસ થી સંક્રમિત થઇ ગયા છે.” આ મામલે નિષ્ણાતોની સલાહ પણ લેવામાં આવી રહી હતી. ”

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીક માનવામાં આવતા સાતવ 22 એપ્રિલના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. ત્યારે સાતવએ કહ્યું હતું કે થોડા હળવા લક્ષણો જોવા મળ્યા ત્યારે તપાસ કરાવી તેમાં હું કોરોના થી સંક્રમિત હોવાની જાણ થઇ છે. હાલનાના સમયમાં, મારા સંપર્કમાં આવેલા લોકોને કહેવું છે કે તેઓ પણ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું હતું. ”ત્યારબાદ તેમને પુણેની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

થોડા દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Maharashtra Chief Minister Uddhav Thackeray), રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી.

સાતવ ને પહેલા હાલના દિવસોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, રાજ્યસભામાં કોંગ્રેસના ઉપ-નેતા આનંદ શર્મા, પક્ષના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, વરિષ્ઠ નેતાઓ દિગ્વિજય સિંહ, અધિર રંજન ચૌધરી, શશી થરૂર અને ભૂપેન્દ્રસિંહ હૂડા પણ કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે.

રાજીવ સાતવ મહારાષ્ટ્રના રાજ્યસભાના સભ્ય છે. આ પહેલા તે લોકસભાના સાંસદ હતા. તમને જણાવી દઇએ કે તેઓ 2014 ની ચૂંટણીમાં મહારાષ્ટ્રના હિંગોલીથી ચૂંટાયા હતા. આ ઉપરાંત સાતવ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે.

Scroll to Top