જ્યારે વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ એ આખા ગુજરાત માં એક તરફી બેટિંગ કરી હતી ત્યારે ભાજપ ખુબજ જોશ માં હતું.પંરતુ વાત જ્યારે પેટાચૂંટણી ની આવી ત્યારે પણ ભાજપ ને એવુંજ લાગતું હતું કે તેઓ પેટાચૂંટણી માં પણ એક તરફી બેટિંગ કરશે.
ભાજપે ધારેલી બેઠકો પર તેમને જીત મળી ન હતી.જોકે એક બાજુ ડૂબી રહેલ કોંગ્રેસ એ મોટો હાથ માર્યા હતો અને ત્રણ બેઠકો પર જીત મેળવી હતી.પેટાચૂંટણીના પરિણામો બાદ ભાજપના ત્રણ ઉમેદવારોએ તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ઓફિસમાં ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યાં હતાં.જ્યારે આજે કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ધારાસભ્ય પદના શપથ લીધા છે.
પેટાચૂંટણી માં પેહલાથીજ કોંગ્રેસ જોશ વધું ચાલી રહ્યો હતો.ત્યારે તે વચ્ચે કોંગ્રેસ એ પેટાચૂંટણી માં જે મહત્ત્વ ની ત્રણ બેઠકો પર જીત મેળવી છે.તેનો એક માત્ર શ્રેય ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ને મળે છે.
આજે કોંગ્રેસના નવા ચૂંટાયેલા 3 ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ MLA પદ ની શપથ લીધા હતા.ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના 3 નવા ઉમેદવારોને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા.ત્યારે આ ઘડી એ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી હાજર રહ્યાં હતા.
મહત્વની બેઠકો પોતાને હાથે ના આવતાં ભાજપ મનો મન નિરાશ તો છેજ પરંતુ સાથે સાથે ત્રણ બેઠકો મેળવવા થી ખુશી પણ છે.જોકે કોંગ્રેસ એ જીતેલી ત્રણ બેઠકમાં થી બે બેઠક ખુબજ મહત્વની હતી.જેમાં એક પર અલ્પેશ ઠાકોર અને બીજા પર ધવાલસિંહ હતા.જોકે લોકો ની કહેવું છે કે મહત્વ ની આ બે બેઠકો ખોવા પાછળ એક માત્ર કારણ પક્ષપલટો છે.