કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ ભાજપને લઈને આપ્યું મોટું નિવેદન, કર્યા આકરા પ્રહારો

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને પહેલા જ ભાજપ અને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપ દ્વારા પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા ખાતે યોજવામાં આવી હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસમાં દ્વારા પણ બેઠકો શરુ કરી દેવામાં આવી છે. આ બાબતમાં ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ દ્વારા જે 70 વર્ષમાં બનાવવામાં આવેલ છે તેને ભાજપ દ્વારા વેંચવામાં આવી રહી છે. તેને રોકવામાં નહીં આવે તો આગામી પેઢી બરબાદ થઈ જશે. ભાજપ સરકાર દ્વારા સંપત્તિઓની “ક્લિયરન્સ સેલ” રાખવામાં આવ્યું છે, કેમકે તેના માટે દેશનું કોઈ મહત્વ જ રહેલ નથી.

જ્યારે તેમને એ પણ કહ્યું કે, 2014 માં સત્તામાં આવ્યા અગાઉ ભાજપ દ્વારા પૂછવામાં આવતું હતું કે, કોંગ્રેસ દ્વારા 70 વર્ષમાં શું કરવામાં આવ્યું છે. જેનો જવાબ સંપત્તિની આ યાદી આપે છે, જે આજે તમે વેંચવા જઈ રહ્યા છો. અમે 70 વર્ષમાં ભારતને બનાવ્યું છે પરંતુ ભાજપ હવે ભારતને વેચવામાં વ્યસ્ત દેખાઈ રહી છે. અત્યાર સુધી કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષોની સરકારો દ્વારા દેશને બનાવવાનું કામ કરવામાં આવ્યું છે.

એરપોર્ટ, પોર્ટ, રોડ, FCIના ગોડાઉન, વીજ ઉત્પાદનોના સંશાધનો કોંગ્રેસે બનાવ્યા હતા. આ તમામ મિલકતો સાડા સાત વર્ષથી શાસનમાં રહેલી ભાજપ સરકાર દ્વારા વેંચવામાં આવી રહી છે. દેશ એવા વળાંક પર રહેલ છે, જો લોકો નહીં જાગે તો દેશની બરબાદ થઈ જશે.

તેની સાથે જ તેમણે એ પણ જણાવ્યું છે કે, ભાજપ હિન્દુ-મુસ્લિમને કાયમ ઝ્ઘ્ડાવે છે અને હજુ પણ લડાવવાનું કામ કરશે. 7 વર્ષ અગાઉ કેટલી બચત થતી હતી અને હાલ કેટલી થઈ રહી છે? તે જાણનાર ભાજપને ક્યારેય મત આપશે નહીં. પેઢીને બરબાદ કરવામાં સરકારની સાથે જે અન્ય લોકો પણ ચૂપ છે, તે પણ એટલા જ જવાબદાર રહેલા છે. જો દેશને વેચવાથી બચાવવો હોય તો લોકો અને મીડિયાએ અવાજ ઉઠાવવો પડશે. અમે પાપના ભાગીદાર નહીં બનીએ અને અવાજ ઉઠાવતા જ રહીશું. આગામી દિવસોમાં કોંગ્રેસ કેન્દ્ર સરકાર વિરુદ્ધ દરેક રાજ્યમાં આંદોલન કરવામાં આવશે.

તેની સાથે કેવડિયા ખાતેની ગુજરાત ભાજપની કારોબારીમાં બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ દ્વારા દેશમાં આતંકવાદ સમાપ્ત થવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો હતો. આ નિવેદન પર પલટવાર કરતા પવન ખેરા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આતંકવાદ સમાપ્ત થયો છે ત્યારે પુલવામામાં શું થયું? પુલવામામાં RDX ક્યાંથી આવ્યો? ભાજપ સરકાર તે ઘટનાનો જવાબ આપે. સૌથી વધુ આતંકવાદી હુમલા અને સૌથી વધુ જવાનો શહીદ તેમના શાસનમાં જ થયા છે.

આ સિવાય રાજનાથ સિંહ દ્વારા ‘ગાંધી’ સરનેમના ઉપયોગ પર કરવામાં આવેલી ટિપ્પણી પર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું કે, વર્તમાન ભાજપ સરકાર એવી છે કે, જે દિવસ-રાત નહેરુ-ગાંધીનો જાપ કર્યા રાખે છે. તેમની પાસે નામ લેવા માટે બીજું કોઈ જ નથી. ભાજપ પાસે તેમના પોતાના કોઈ હીરો જ રહ્યા નથી, ભાજપ દ્વારા કોંગ્રેસના હીરો ઉછીના લેવામાં આવ્યા છે. ભાજપને સૌથી ઊંચી પ્રતિમા પર કોંગ્રેસ નેતા સરદાર પટેલને જ મૂકવા પડ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા વેચવા કાઢેલી સરકારી મિલકતો પર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે કે, દેશ આઝાદ થયો, ત્યારે ટાંકણી પણ બનતી નહોતી. કોંગ્રેસના સુશાસન દ્વારા અનેક મિલકતો ઉભી કરાઈ છે. જેને આજે ભાજપ સરકાર વેચવા નીકળી ગઈ છે. ભાજપે પોતાના મિત્રોને ફાયદો કરાવવા ‘દેશ વેચો અભિયાન’ શરૂ કરેલ છે. કોંગ્રેસે સત્તાના માધ્યમથી દેશ બનાવવાનું કામ કરવામાં આવ્યું જ્યારે ભાજપ સત્તાના માધ્યમથી દેશને લૂંટવાનું કામ શરુ કર્યું છે.

Scroll to Top