કોંગ્રેસ સરકારની ખોલી પોલ, પોતાની સરકારની ભૂલ સ્વીકારી, જાણો શુ કહ્યું પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે

પૂર્વ પીએમ મનમોહન સિંહે યાદ આપ્યું છે કે કૉંગ્રેસની સરકાર પહેલા સાવરકરનાં નામથી પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરી ચુકી છે. આ ઉપરાંત મનમોહન સિંહે એનઆરસીનું સમર્થન કરતા તેની ખામી પણ ગણાવી અને બેંકિંગ સિસ્ટમ પર પોતાની સરકારની ભૂલ સ્વીકારતા અત્યારની સરકાર પાસેથી જવાબ માંગ્યો.

મહારાષ્ટ્ર બીજેપીનાં સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન અપાવવાનાં વાયદાએ રાજનીતિ નિવેદન બાજીને ગતિ આપી છે. બીજેપીનાં સંકલ્પ પત્રમાં આ વાયદો સામેલ કરવામાં આવ્યા બાદ કૉંગ્રેસે તરત જ આનો વિરોધ કર્યો.

મનમોહન સિંહે જણાવ્યું કે, “પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ વીર સાવરકર માટે પોસ્ટલ સ્ટેમ્પ (ટપાલ ટિકિટ) જાહેર કરી હતી.” જો કે મનમોહન સિંહે ત્યારબાદ એ પણ કહ્યું કે , “અમે હિંદુત્વની એ વિચાર ધારાનું સમર્થન નથી કરતા જેને સાવરકર માનતા હતા.” પૂર્વ પીએમ મનમોહન સિંહે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વીર સાવરકરને ભારત રત્નની માંગ પર પોતાનુ મંતવ્ય રાખ્યું.

કૉંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે, “મહાત્મા ગાંધીની હત્યા માટે વીર સાવરકરને અપરાધિક કેસનો સામનો સામનો કરવો પડ્યો હતો.” સાથે જ તિવારીએ એ પણ દાવો કર્યો કે, “કપૂર આયોગે પણ તપાસ કરી હતી અને તાજેતરમાં જ એક લેખમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે આયોગે સાવરકરને જવાબદાર માન્યા હતા. હવે આ દેશને ભગવાન જ બચાવે.”

મનમોહન સિંહનું આ નિવેદન ઘણું ચોંકાવનારું છે, કેમકે 15 ઑક્ટોબરનાં જ્યારે મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બીજેપીનાં સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન અપાવવાની માંગ કરવામાં આવી હતી તો કૉંગ્રેસે તેનો વિરોધ કરવામાં જરાય પણ મોડુ કર્યું નહીં.

આ ટ્વિટમાં પ્રિયંકાએ એક લેટર જાહેર કર્યો છે, જે પ્રધાનમંત્રી કાર્યાલયનો છે. આ પત્ર પર 20 મે, 1980 ની તારીખ છે અને તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સહી છે. પત્રમાં વીર સાવરકરની ભરપુર પ્રશંસા કરવામાં આવી છે.

એટલે કે સાવરકરને ભારત રત્ન સન્માનની માંગ પર એક તરફ જ્યાં કૉંગ્રેસ ‘દેશને ભગવાન જ બચાવે’ તેવા નિવેદન આપી રહી છે, તો કૉંગ્રેસનાં સૌથી વરિષ્ઠ નેતા અને પૂર્વ પીએમ મનમોહન સિંહે એ દાવો કર્યો કે ઇન્દિરા ગાંધીએ સાવરકર માટે પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કર્યા હતા. શિવસેનાની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આ નિવેદન બાજીની વચ્ચે એક ટ્વિટ કર્યું છે.

એનઆરસીનાં સંદર્ભમાં માનવતાનો પક્ષ ના ભૂલવો જોઇએ. નાણાં મંત્રી નિર્મલા સીતારમણનાં બેંકિંગ સિસ્ટમને લઇને લગાવવામાં આવેલા આરોપ પર મનમોહન સિંહે કહ્યું કે, કૉંગ્રેસમાં જે થયું તે થયું, કેટલીક ખામીઓ હતી, પરંતુ આ સરકારે અમારી ભૂલોથી શીખીને અર્થવ્યવસ્થાની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઇએ.

એટલે કે મનમોહન સિંહે પોતાની સરકારની ભૂલ સ્વીકારતા મોદી સરકાર પાસે જવાબ માંગ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર પર પણ પોતાના વિચાર રાખ્યા છે. મનમોહન સિંહે કહ્યું કે, એનઆરસીની વિરુદ્ધ નથી, પરંતુ એનઆરસી પર આપણો કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top