મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2026
MotionToday

બોયફ્રેન્ડની સગાઈ થઈ તે ગર્લફ્રેન્ડને ન ગમ્યું! અને પછી કર્યું કંઈક એવું કે “પ્રેમ” શબ્દ જ બદનામ થઈ ગયો

MT Web Team2 મિનિટ વાંચો
શેર કરો:
બોયફ્રેન્ડની સગાઈ થઈ તે ગર્લફ્રેન્ડને ન ગમ્યું! અને પછી કર્યું કંઈક એવું કે “પ્રેમ” શબ્દ જ બદનામ થઈ ગયો

પ્રેમમાં ઈર્ષાને સ્થાન જ ન હોય. પ્રેમમાં તો પ્રીય પાત્ર જ્યાં ખુશ રહી શકે, તે જ આપણી ખુશીનું હોટસ્પોટ હોવું હોવું જોઈએ. કારણ કે પ્રેમને ક્વોરન્ટિન કરી શકાતો નથી અને પ્રેમના વિશ્વમાં લોકડાઉન જેવો શબ્દ પણ નથી. આ તો મુક્ત છે, અને મુક્ત ભાવથી પરસ્પર લાગણીઓ વહેંચવાની વાત છે. પણ આ તો કળજુગનો પ્રેમ અને એ ય પાછો ફટાકીયા જેવો કે જે તરત જ ફૂટી જાય.

આવા જ એક ફટાકીયા જેવા પ્રેમનો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. હકીકતમાં શહેરમાં એક યુવકની સગાઈ નક્કી થઈ અને આ વાત સાંભળા જ યુવકના એકતરફી પ્રેમમાં પાગલ યુવતીએ પોતાના બોયફ્રેન્ડની સગાઈ તોડાવી નાંખવા માટે કાવતરું ઘડ્યું.

એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે એક્સ બોયફ્રેન્ડની મંગેતરના બિભત્સ ફોટો ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી વાઈરલ કર્યા. જેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. સાયબર ક્રાઈમ પોલીસે ટેકનીકલ એનાલીસીસ મેળવીને યુવતીને ઝડપી પાડી હતી.

થોડા દિવસ પહેલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક યુવક અને તેની મંગેતરે ફરિયાદ નોંધાવી હતી કે, ઈન્સ્ટાગ્રામની એક આઈડી પરથી મંગેતરને ન્યુડ ફોટો અપલોડ કરી તે આઈડીથી રીકવેસ્ટ આવતી હતી. જેથી યુવક તેની મંગેતર સાથે સગાઈ તોડવા માટે કોઈ અજાણ્યા શખ્સે આ કાવતરુ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે ટેકનીકલ એનાલીસીસ કરી મોબાઈલ નંબર મેળવી લોકેશનના આધારે નરોડા ખાતે રહેતી મિતવા પટેલની ધરપકડ કરી હતી.

શેર કરો: