કોરોનાકાળમાં દરેક લોકો વર્ક ફ્રોમ હોમની આદત પાડી રહ્યા છે, લોકોના જીવનમાં હવે લેપટોપ અને કોમ્પ્યુટર મહત્વનો ભાગ બની ગયો છે મોટા ભાગના લોકોની જીંદગી હવે કોમ્પ્યુટર પર નીર્ભર થઈ ગઈ છે, જેના કારણે તેમને માથામાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે.
મોટા ભાગના લોકો આજકાલ કહેતા હોય છે કે તેમને માથાના બાગે દુખાવો થઈ રહ્યો છે અને તે લોકો આ સમસ્યાને ઘણી સમાન્ય માનતા હોય છે પરંતુ આપને જણાવી દઈએ કે આ સમસ્યા સામાન્ય નથી, આપણી આંખો પર વધારે પડતો ભાર આવવાને કારણે મગજ સુધી તેની અસર થતી હોય છે. જેના કારમે આપણું માથું દુખવા લાગે છે.
આપણી આખ વચ્ચે અને કોમ્પ્યુટરની સ્ક્રીન વચ્ચે અમુક અંતર રાખવું ઘણું જરૂરી છે સતત કામ કર્યા બાદ આપણી આંખો માટે આરામ પણ ખૂબ જરૂરી છે ઉપરાંત સ્ક્રીન પરથી થોડાક થોડાક સમયના અંતરે આંખો ફેરવવી પણ ગણી જરૂરી છે જેને રેસ્ટીંગ પોઈન્ટ કહેવામાં આવે છે આંખને આરામ આપવો જરૂરી છે તેમ છતા ઘમા લોકો માત્ર લોકો પોતાના કામ પ્રત્યે ધ્યાન આપતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમારી કઈ ભૂલને કારણે તમારી આંખોને નુકશાન થાય છે. જેના કારણે તમારા માથામાં પણ દુખાવો થતો હોય છે.
હાઈ બ્રાઈટનેસ: લેપટપ પર કામ કરવા બેસો ત્યારે સ્ક્રીન પરનો પ્રકાશ સીધોજ આપણી આંખમાં પડતો હોય છે અને આવા સંજોગોમાં બીજા બધા પ્રકાશ પણ આપણી આંખને નુકશાન પહોચાડતા હોય છે, ખાસ કરીને લેપટોપની સ્ક્રીન પર બ્રાઈટનેસ તમારે ઓછી રાખવી જોઈએ જેના કારણે તમાંરી આંખોને આરામ મળી રહે.
યોગ્ય ન બેસવું: લેપટોપ કે કોમ્પ્યુટર સામે યોગ્ય રીતે બેસવું પણ ઘણું ફાયદાકારક છે કારણકે જો તમે યોગ્ય રીતે નહી બેસો તો તમારી આંખો પર સ્ટ્રેસ પડી શકે છે જેના કારણે સીધી તેની અસર શરીરના અંદરના ભાગો પર થાય છે અને માથામાં દુખાવો થતો હોય છે.
ઈલેકટ્રોમેગ્નેટિક તરંગો: એક સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે સતત મોબાઈલોનો ઉપયોગ કરવાને કારણે પણ માથું દુખી શકે છે. ખાસ કરીને વાઈફાઈના ઉપયોગને કારણે પણ માથામાં દુખાવો થઈ શકે છે જેથી જો માથા પાસે ક્યારેય પણ વાઈફાઈ ન રાખવું અને જરૂર ન હોય તો વાઈફાઈ રાઉટરની સ્વીચ પણ બંધ રાખવી.
ઉલ્લેખનિય છે કે કોમ્પ્યુટરની સ્ક્રનની બ્રાઈટનેસને કારણે સૌથી વદારે નુકશાન થાય છે જેથી તમારે ફોન્ટ સાઈસ ઓછી રાખવી જોઈએ સાથેજ થોડી થોડી વારે સ્ક્રીન પરથી નજર હટાવી જોઈએ અને 20 ફુટ સુધી દૂર જોવું જીએ વધારે પડતી લાઈટ ન રાખવી જોઈએ સાથેજ સ્ક્રીન પર બને ત્યા સુધી ગ્લેયર ફિલ્ટરનો ઉપયોગ કરવો જોઈએ, સાથેજ કોમ્પ્યુટરની સ્ક્રીનને એવી રીતે રાખવી કે જેના કારમે તમારુ ગળુ ન દુખે જોકે તમારી આંખોમાં અને માથામાં અસહ્ય દુખાવો રહેતો હોય તો તમારે એક વાર ડૉક્ટરની સલાહ પણ અચૂકથી લેવી જોઈએ.