મહિલા નેતાનું વિવાદાસ્પદ નિવેદન-‘હિજાબ પર હાથ નાંખનારાઓને કાપી નાખીશું’

દેશના ઘણા શહેરોમાં હિજાબ વિવાદને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યુપીના અલીગઢમાં સમાજવાદી પાર્ટીના નેતા અને મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ રૂબીના ખાનમે કર્ણાટકના હિજાબ કેસ પર વિવાદિત નિવેદન આપ્યું છે. રૂબીના ખાનુમે કહ્યું કે જે લોકો હિજાબ પર હાથ નાંખશે તેઓના હાથ કાપી નાખવામાં આવશે.

હિજાબ વિવાદ પર SP નેતાએ શું કહ્યું?

સપા નેતા રૂબિના ખાનમે કહ્યું કે ભારત વિવિધતાઓનો દેશ છે. કપાળે તિલક હોય કે પાઘડી, બુરખો હોય કે હિજાબ, આ બધું આપણી સંસ્કૃતિ અને પરંપરાનું અભિન્ન અંગ છે. તેમના પર રાજનીતિ કરીને વિવાદ ઉભો કરવો એ નીચતાની ટોચ છે. મહિલાઓને કમજોર સમજવાની ભૂલ ન કરો. સરકાર કોઈપણ પક્ષની હોય. બહેન-દીકરીઓના સ્વાભિમાન પર હાથ નાખીશું તો ઝાંસીની રાણી અને રઝિયા સુલતાન બનીને તેમના હાથ કાપી નાખીશું.

હિજાબ વિવાદ પર સીએમ યોગીની સલાહ

ત્યાં જ સીએમ યોગી આદિત્યનાથે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે દેશ શરિયાથી નહીં પરંતુ બંધારણથી ચાલશે. દરેક સંસ્થાને પોતાનો ડ્રેસ કોડ ઘડવાનો અધિકાર છે. સિસ્ટમ બંધારણ મુજબ ચાલશે.

કેવી રીતે શરૂ થયો હિજાબ વિવાદ?

હિજાબ વિવાદ કર્ણાટકના ઉડુપીથી શરૂ થયો હતો. અહીં કેટલાક વિદ્યાર્થીઓએ હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓના ક્લાસમાં પ્રવેશનો વિરોધ કર્યો અને તેઓ ભગવા ગમછા પહેરીને કોલેજ આવવા લાગ્યા હતાં. બાદમાં ઉડુપીની ઘણી શાળાઓ અને કોલેજોમાં પણ આવું જ થયું.

બીજી તરફ હિજાબ વિવાદ પર મુસ્લિમ વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે હિજાબ તેમના ધર્મનો ભાગ છે. બંધારણ વ્યક્તિને તેમના ધર્મનું પાલન કરવાની છૂટ આપે છે. અત્યારે કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ પર સુનાવણી ચાલી રહી છે.

 

Scroll to Top