રાંધણ ગેસના સિલિન્ડરના ભાવ આટલા રૂપિયાના કરવામાં આવ્યો વધારો, જાણીને થઈ જશે તમારી આંખો પહોળી

સરકારી તેલના ભાવમાં તોતિંગનો વધારો કરવો આવ્યો છે. સરકારી તેલના ભાવવધારાથી સામાન્ય લોકો મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા ગેસની કિંમતો દર મહિનાના શરૂઆતમાં બદલાઈ છે પરંતુ આ દરમિયાન મહિનાની વચ્ચે જ ગેસની કિંમતમાં વધારો કરી દેવાયો છે. આ સમયે ગેસની કિંમતમાં રૂપિયા 25 નો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો ભાવ 859.5 રૂપિયા પહોંચી ગયો છે. છેલ્લાં એક વર્ષમાં અત્યાર સુધીમાં એલપીજી ગેસની કિંમત 265.50 રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે.

ગેસ સિલિન્ડરની કિંમતોની વાત કરવામાં આવે તો અલગ-અલગ શહેરોમાં તેના અલગ-અલગ ભાવ રહેલા હોય છે. તો આવો જાણીએ ક્યા શહેરમાં ગેસ સિલિન્ડરનો કેટલો ભાવ છે.

દિલ્હીની વાત કરવામાં આવે તો તેમાં ગેસ સિલિન્ડરનો રૂ. 859.5 પહોંચ્યો છે. મુંબઈમાં ગેસ સિલિન્ડરનો રૂ. 859.5 થયો છે. કોલકત્તામાં ગેસ સિલિન્ડરનો રૂ. 886 પહોંચ્યો છે. ચેન્નઈમાં ગેસ સિલિન્ડરનો રૂ. 875.5 પહોંચ્યો છે. લખનૌમાં ગેસ સિલિન્ડરનો રૂ. 857.5 પહોંચ્યો છે.

તેની સાથે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગેસ સિલિન્ડરનો ભાવ 866.50 પહોંચી ગયો છે.

ગેસ સિલિન્ડરની કિંમતોમાં ભાવ મંગળવારથઈ વધારી દેવામાં આવ્યો હતો. કેટલાંક મીડિયા હાઉસ દ્વારા આ બાબતમાં સમાચાર લેવાનું પણ શરૂ કરી દેવાયું હતુ, પરંતુ ઈન્ડિયન ઓઈલે નવી કિંમતો પોતાની વેબસાઈટ પર બુધવારના સવારે સાડા નવ વાગ્યા સુધી અપડેટ કરવામાં આવ્યા નહોતા. તેમ છતાં તમે ગેસ બુક કરાવવા માટેની પ્રોસેસ કરો તો તમને જાણકારી મળી જશે કે, ગેસ સિલિન્ડરના ભાવમાં વધુ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Scroll to Top