ભારતમાં અને સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને આવા સમયમાં લોકો ઘણી કપરી પરિસ્થિતિમાં છે અને અને જોવામાં આવે તો દુનિયાભરના લોકો કોરોના વાઇરસની સામે લડત લડી રહ્યાં છે.
આના માટે બધા સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનું પાલન કરી રહ્યાં છે પણ જોકે અમુક કેટલાક લોકો એવા છે કે જેમનાથી ઘરે બેઠું રહેવાતું નથી. આ લોકો ઘરમાં બિલકુલ રહેવા માગતા નથી અને તેવા જ એક વ્યક્તિ વિશે તમને જણાવીશું કે જે તાજેતરનો કિસ્સો ફ્રાન્સનો છે.
જ્યાં એક શખસ સસ્તી સિગારેટ ખરીદવા માટે પગપાળા સ્પેન જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ કિસ્સો કંઈક એવો બની ગયો કે તેને હેલિકૉપ્ટરની મદદથી બચાવવામાં આવ્યો અને આ વ્યક્તિ સ્થાનીક માઉન્ટેન રેસ્ક્યૂ સર્વિસે જણાવ્યું હતું કે જ્યારે આ વ્યક્તિ મળ્યો હતો ત્યારે થાકેલો હતો અને ઠંડીથી ધ્રૂજી રહ્યો હતો બોલો આ વ્યક્તિએ વ્યસન કરવા માટે કર્યો આવી પરિસ્થિતિનો સામનો.આ વ્યક્તિ ઝાડીઓમાં થઈ અને ગયો સિગારેટ લેવા, એટલું જ નહીં પણ આ વ્યક્તિ ઝાડીઓમાં થઈને ગયો હતો સિગારેટ લેવા.
ફેસબુક પોસ્ટ અનુસાર આ શખસ શનિવારે દક્ષિણ ફ્રાન્સના પેર્પિગ્નન શહેરથી સ્પેનના લા જોન્કેરા શહેરમાં સસ્તી સિગારેટ ખરીદવા જઈ રહ્યો હતો તેવું અહીંયા જણાવવામાં આવી રહ્યું છે અને આ પહેલા જ તેણે કારથી જવાનું વિચાર્યું હતું પણ તેને તે યોગ્ય લાગ્યું ન હતું અને કાર લઈને ગયો ત્યારે તેને ચેકપૉઈન્ટ પર રોકી દેવામાં આવ્યો હતો.
તેણે બે દેશોની વચ્ચે પડતા પહાડી રસ્તાને પસંદ કર્યો હતા અને ત્યારબાદ અહીં તે ઝાડીઓમાં થઈને એક ઝરણાંમાં પડ્યો હતો અને પછી પોલીસને તે પાઈરેનીઝ વિસ્તારમાંથી મળ્યો હતો અને તેને ઠંડી ચડી ગઈ હતી અને બીમાર થઈ ગયો હોય તેવી સ્થિતિ થઈ હતી અને જેના કારણે તે ભાન ભૂલી બેઠો હતો અને કોઈનો સંપર્ક ન કરી શક્યો હતો.
પણ આ સમય એવો હતો કારણ કે લોકડાઉનના કારણે શખસ પર કોરોના વાયરસન લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દંડ લગાવવામાં આવ્યો હતો અને જોકે હાલમાં તેના નામનો ખુલાસો કરાયો નથી અને આટલું જ નહીં પણ આ વ્યક્તિએ 135 યૂરો એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે 11 હજાર 125 રૂપિયાનો દંડ ભરવો પડશે તેવું જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પોલીસે તેને કહ્યું કે અમે ફરી એકવાર તને યાદ અપાવી દઈએ કે જ્યાં સુધી લોકડાઉન પતે નહીં ત્યાં સુધી તારે ઘરમાં જ રહેવાનું છે.