લોકોને લૂંટવાની નવી રીત : કોરોના રસી લીધી છે કે નહીં? તે બહાને ફોન કરી લોકોને છેતરે છે આ રીતે

હાલના સમયગાળામાં ઓનલાઇન છેતરપિંડી થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે આ બાબતમાં અકે છેતરપિંડીનો વધુ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કોરોના રસીના નામે નાગરિકો સાથે ફ્રોડ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં છેતરપિંડી કરનાર લોકોને ફોન કરીને કોરોનાની રસી લીધી છે કે નહીં? તેવું પૂછીને રસી લીધી હોય તો 1 નંબર દબાવવા કહે છે. આ પ્રકાર 1 નંબર દબાવવામાં આવે તો તમારો ફોન હેક થઈ જતો હોય છે.

ફોન આ રીતે કરવામાં આવે છે હેક

કોરોના રસીકરણ હેઠળ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ચાર અંકના નંબર પરથી નાગરિકોને ફોન કરી રેપિડ એસેસમેન્ટ કરાવે છે. કેન્દ્ર સરકાર તરફથી નાગરિકોના પ્રતિભાવ જાણી જરૂરી બદલાવ લાવવા રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. તેમ છતાં જો તમને દસ નંબરના આંકડા પરથી ફોન આવે તો તમે ચેતજો. આ ફોન ઉપર પૂછવામાં આવે છે કે, તમે કોરોના વેક્સિન લીધી છે?

જો કોરોના વેક્સિન લીધી હોય તો 1 નંબરને પ્રેસ કરો. 1 નંબર દબાવવામાં આવતાં જ ફોન હેક અથવા તો બ્લોક થઈ જતો હોય છે. ત્યાર બાદ તે તમારા ફોનમાંથી મહત્વની માહિતી મેળવી લેતા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી છેતરપિંડી કરતા લોકોથી બચવા સતર્ક રહેવાની સલાહ અપાઈ છે. તેમ છતાં સાયબર ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર કોરોના વેક્સિનેશનના નામે કરાતા ફોનથી પૈસા ગુમાવ્યા હોવાની ફરિયાદ હજૂ દાખલ કરાઈ નથી.

હાલના સમયમાં દરેક પ્રોડક્ટ અને સર્વિસ માટે કસ્ટમર સપોર્ટ અવેલેબલ રહેલ છે, તેથી કોઈપણ સમસ્યા થવા પર યુઝર્સ તરત જ કસ્ટમર કેર નંબર શોધવા લાગતા હોય છે. સાયબર ક્રાઈમ કરનારાઓએ પહેલાથી જ ઈન્ટરનેટ પર કસ્ટમર સપોર્ટના નામે પોતાનો નંબર સબમિટ કરી દીધો હોય છે. યુઝર્સ એને જ કસ્ટમર કેર સપોર્ટ સમજીને કોલ કરતા હોય છે. ત્યાર બાદ ફેક કસ્ટમર કેર એક્ઝક્યુટિવ તરીકે ગુનેગાર યુઝર્સની પર્સનલ ડિટેલ લઈ ફ્રોડ કરતા હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન, જેમ કે ગૂગલ પે, ફોન પેના સૌથી વધારે ફેક કસ્ટમર કેર નંબર ઈન્ટરનેટ પર રજિસ્ટર કરવામાં આવેલ છે. તેના માધ્યમથી ગ્રાહકો પોતે જ સાયબર ગુનેગારો સુધી પહોંચી જતા હોય છે.

Scroll to Top