24 કલાકમાં 1 લાખ કરતા વધુ કેસ નોંધાયા, અત્યાર સુધીના સૌથી વધારે કેસ અને સૌથી ખરાબ હાલત

ગત 4 એપ્રિના રોજ ભારતમાં રેકોર્ટ બ્રેક કેસ નોંધાયા છે. ભારતમાં 1 કોરોનાના દર્દીઓ હવે લાખને પાર પહોચી ગયા છે. જેથી લોકોમાં હવે ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. આ પહેલા 16 સપ્ટેમ્બરના રોજ 97 હજાર ઉપર કોરોનાના કેસ નોંધાયા હતા. જોકે ત્યારબાદ અત્યારનો આકડો સૌથી વધારે છે. દુખની વાત એ છે કે ભારતમાં 477 લોકોના કોરોનાને કારણે મોત પણ થયા છે.

જોકે 24 કલાકમાં 52.840 જેટલા દર્દીઓ સાજા થયા છે. જે સારી વાત છે. પરંતુ વધતા જતા કોરોના સામે વેક્સિનેશન અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ લખનઉની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. સાથેજ તેમણે લોકોને પણ વેક્સિન લગાવા અપીલ કરી હતી.

વડાપ્રધના દેશના લોકોને નિશુલ્ક વેક્સિન આપી રહ્યા છે. જે મામલે તેમણે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે જે વૈજ્ઞાનિકોએ ભારતમાં સમયસર વેક્સિન આપી છે. તેમનો પણ હુ આભાર માનું છું. મહત્વનું છે કે હાલ ભારતમાં બે વેક્સિન છે અને બંને સંપૂર્ણ રીતે સલામત છે.

કોરોના મહામારી દેશમાં ભયંકર રીતે ફેલાઈ રહી છે. અને ગુજરાતમાં પણ હવે રોજના 3 હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. જેના કારણે ગુજરાત સરકાર દ્વારા રાત્રે 9વાગ્યા પછી નાઈટ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ કોરોના ભયંકર બેકાબૂ બન્યો છે. અને શરૂઆતથી અહિયા કોરોનાએ વિક્રાળ સ્વરૂપ ધારણ કરેલું છે.

ખાસ કરીને મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના એટલી હદે ફેલાયો છે. કે હવે તો ધીમે ધીમે બધા ફિલ્મ સ્ટારો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 1.26 કરોડ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. જોકે અત્યાર સુધીમાં 1.17 કરોડ લોકો સાજા પણ થઈ ગયા છે. પરંતુ 1 લાખ 65 હજાર જેટલા લોકો કોરોનાને કારણે મૃત્યું પામ્યા છે.

ઉલ્લેખનિય છે કે કે હાલ ભારતમાં 7 લાખ 35 હજાર કરતા પણ વધારે એક્ટિવ કેસ છે. અને તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ વધતા જતા કોરોનાને કારણે હવે લોકોનું જન જીન ખોરવાયું છે. માત્ર ભારતમાંજ નહી પરંતુ વિશ્વના બધાજ દેશોમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા પર પણ ભારે અસર પડી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top