GujaratNews

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 1607 નવા કેસ આવ્યા

ગુજરાતમાં કોરોના કેસે નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં રેકોર્ડ ૧૬૦૭ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં પ્રથમ વખત એક દિવસમાં નવા કેસની સંખ્યા ૧૬૦૦ ને પાર પહોંચી છે. તો છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૮૮ લોકોએ કોરોનાને માત આપી છે.

નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૦૫૧૧૬ પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાથી ૩૯૩૮ લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે. તો ૧ લાખ ૮૬ હજાર ૪૪૬ લોકો કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૬ લોકોના મૃત્યુ થયા છે. માત્ર અમદાવાદ શહેરમાં ૧૦ અને જિલ્લામાં એક એમ કુલ ૧૧ લોકોના મૃત્યુ થયા છે. તો સુરત શહેરમાં ચાર અને ગાંધીનગર શહેરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી મૃત્યુઆંક વધી ગયો છે. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં નવા ૩૨૫ કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં ૨૩૮, વડોદરામાં ૧૨૭, રાજકોટ શહેર ૯૫, સુરત ગ્રામ્ય ૬૧, બનાસકાંઠા ૫૧, પાટણ ૪૯, રાજકોટ ગ્રામ્ય ૪૪, મહેસાણા ૪૩, વડોદરા ગ્રામ્ય ૪૦, આણંદ ૩૭, ગાંધીનગર ગ્રામ્ય ૩૫, જામનગર શહેર ૩૫, ખેડા ૩૫, ભરૂચ ૩૨, પંચમહાલ ૩૨, ગાંધીનગર શહેર ૩૧, અમદાવાદ ગ્રામ્ય ૨૮, સુરેન્દ્રનગર ૨૭ અને ભાવનગર શહેરમાં ૨૫ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ ૨ લાખ ૫ હજાર ૧૧૬ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા ૧૪૭૩૨ છે, જેમાં ૯૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં ૧ લાખ ૮૬ હજાર ૪૪૬ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૯,૨૮૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૭૬ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજની તારીખે કુલ ૫ લાખ ૯ હજારથી વધુ લોકો ક્વોરેન્ટાઈન છે. રાજ્યનો રિકવરી રેટ ૯૦.૯૦ ટકા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker