ચીને કોરોના વેક્સિનેશનને લઈને કર્યો બહુ જ મોટો ખુલાસો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ચીનમાં અત્યારસુધીમાં લોકોને કોરોના વેક્સિનના 1 અરબથી વધારે ડોઝ આપી દેવામાં આવ્યા છે. અહીંયા સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ દાવો કર્યો છે કે, દુનિયાભરમાં આપવામાં આવેલી વેક્સિનના એક તૃતીયાંશ ભાગ જેટલી વેક્સિન ચીનમાં આપવામાં આવી છે. આંકડાઓ અનુસાર દુનિયાભરમાં અત્યારસુધીમાં કોરોના વેક્સિનના 2 અરબ 50 કરોડથી વધારે ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. બાદમાં ચીનની નેશનલ હેલ્થ કમિશને પોતાના આંકડા જાહેર કર્યા છે.

ચીને 10 લાખ ડોઝનો આંકડો 27 માર્ચના રોજ પાર કર્યો હતો. આ કેસમાં તે અમેરિકાથી બે સપ્તાહ પાછળ હતા. NHCના આંકડા પ્રમાણે ગયા મહિને 50 કરોડથી વધુ ડોઝ આપી દેતા ઘણો વધારો થયો છે. ચીનની અંદાજે 1.40 અબજ વસતી છે. આથી દર 100 લોકોને ડોઝ લગાવાના મામલામાં તે હજુ પણ અમેરિકા અને બ્રિટન જેવા દેશો કરતાં પાછળ છે.

શિન્હુઆના રિપોર્ટ પ્રમાણે ચીનને 10 કરોડથી 20 કરોડ ડોઝ સુધી પહોંચવામાં 25 દિવસ લાગ્યા. 20 થી 30 કરોડ સુધી પહોંચવામાં 16 દિવસ અને 80 થી 90 કરોડ સુધી પહોંચવામાં અંદાજે 6 દિવસ લાગ્યા. એટલે કે એક દિવસમાં એક કરોડથી પણ વધુ લોકોને રસી અપાઇ.

ચીનમાં અત્યારસુધી કેટલા ટકા આબાદીને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે તેને લઈને કંઈપણ સ્પષ્ટ થયું નથી. પ્રાપ્ત વિગતો અનુસાર શરૂઆતમાં અહીંયા પારદર્શીતાની કમી અને કેટલાય વેક્સિન ગોટાળાઓને લઈને લોકો અહીંયા વેક્સિન લગાવવાથી ડરી રહ્યા છે. પરંતુ હવે એકવાર ફરીથી લોકો વેક્સિન લગાવવા માટે આગળ આવી રહ્યા છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ આ મહિનાના અંત સુધીમાં 40 ટકા આબાદીને વેક્સિનના બંન્ને ડોઝ આપવાનું અઘરું લક્ષ્ય રાખ્યું છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો