છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે. જેની સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 4753 પર પહોંચી ગઈ છે.
રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 5 હજારની નજીક પહોંચી ગયા છે જેમાંથી 4747 લોકો સ્ટેબલ છે જ્યારે 6 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી રવિવારે એક મોત થયું છે,141 દર્દીઓ રિકવર પણ થયા છે. પરંતુ રાહતની વાત એ છે એક છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયા નથી. ત્યારે આજે આંશિક રાહત મળી છે.
અત્યાર સુધીમાં કુલ 8,18,896 દર્દીઓએ કોરોનાને માત આપી છે. કોરોનાનો રિકવરી રેટ 98.22 ટકાએ પહોંચ્યો છે. 10120 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રસીકરણ પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે, કાલે 1,01,471 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 8,96,88,888 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 1 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 179 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2411 લોકોને પ્રથમ અને 20875 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9430 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 68575 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં કોર્પોરેશનમાં 396, સુરત કોર્પોરેશનમાં 209, વડોદરા કોર્પોરેશનમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 40, ખેડામાં 36, આણંદ 29, વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17, ગાંધીનગર કોર્પોરેશનમાં 14, સુરત 14, ભરુચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી 4, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહીસાગર 4, દેવભૂમિ દ્વારકા 3, મહેસાણા 3, મોરબી 3, તાપી 3, બનાસકાંઠા 2, જામનગર 2, જામનગર કોર્પોરેશનમાં 2, પંચમહાલમાં 2, સાબરકાંઠા 2 અને ભાવનગરમાં 1 નવો કેસ નોંધાયો છે. અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, નર્મદા, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
ગુજરાત પોલીસે હેર સલૂન અને બ્યૂટી પાર્લરને આપ્યો આદેશ
કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે. આ સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે હેર સલૂન અને બ્યુટી પાર્લરના કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. કામ કરનારા કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજાં પહેરી રાખવા પડશે તથા ગ્રાહકો માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ નિયમોને અમલમાં મૂકીને પોતાને અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા જોઈએ.