રાજ્યમાં ધીરે-ધીરે કોરોના વાયરસનો કહેર ઓછો થઈ ગયો છે. રાજ્યમાં સતત વધી રહેલા નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,447 નવા કેસ સામે આવ્યા છે. જયારે 67 દર્દીના કોરોનાથી મોત નીપજ્યું હતું. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9269 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં સાજા થનાર દર્દીઓની સંખ્યાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 9,557 દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે.
આ સિવાય રાજ્યમાં અત્યાર સુધી 6,60,489 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 96443 પર પહોંચી ગયો છે. જેમાંથી 755 દર્દી વેન્ટિલેટર પર અને 95688 લોકો સ્ટેબલ રહેલા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.20 ટકા પહોંચી ગયો છે.
આ દરમિયાન અમદાવાદ 1862, વડોદરા 422, સુરત 322, જૂનાગઢ 228, આણંદ 214, વડોદરા 197, રાજકોટ 187, અમરેલી 186, મહેસાણા 184, સાબરકાંઠા 182, જામનગર 172, પંચમહાલ 168, સુરત 144, ખેડા 142, ભરૂચ 141, જૂનાગઢ 113, પોરબંદર 108, રાજકોટ 103, કચ્છ 97, પાટણ 96, અરવલ્લી 93, ભાવનગર 89, ગીર સોમનાથ 82, દાહોદ 80, મહીસાગર 80, વલસાડ 79, ગાંધીનગર 75, બનાસકાંઠા 73, જામનગર 72, નવસારી 69, ગાંધીનગર 68, ભાવનગર 63, નર્મદા 52, સુરેન્દ્રનગર 36, અમદાવાદ 33, છોટા ઉદેપુર 33, દેવભૂમિ દ્વારકા 24, મોરબી 23, ડાંગ 10, બોટાદ 6 કેસ અને તાપી 19 સાથે કુલ 6,447 નવા કેસ સામે આવ્યા છે.