કોરોનાની બીજી લહેર દેશમાં જુલાઈ સુધીમાં સમાપ્ત થઈ જશે જ્યારે કોરોનાની ત્રીજી લહેર દેશમાં છ થી આઠ મહિનામાં પ્રવેશ કરી શકે છે. આ અંદાજ ભારત સરકારની વિજ્ઞાન મંત્રાલયના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ વૈજ્ઞાનિકોની ત્રણ સભ્યોની પેનલે લગાવ્યો છે. મેથેમેટિકલ પ્રોજેક્શનનમાં આ વાત જણાવવામાં આવી છે કે, તમિલનાડુ, પંજાબ અને અસમમાં કોરોનાની પીક હજુ બાકી રહેલી છે. આ અંદાજો SUTRA મોડલ અંતર્ગત લગાવવામાં આવી રહ્યો છે. SUTRA મોડલે જણાવ્યું છે કે, આગામી છ થી આઠ મહિના દરમિયાન કોરોનાના કેસમાં ત્રીજી વખત ઉછાળો જોવા મળી શકે છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિંદર અગ્રવાલે પણ આવનારા પીકને લઈને જવાબ આપ્યા છે.
આઈઆઈટી કાનપુરના ડો. મનિનિંદર અગ્રવાલે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, એમપી, ઝારખંડ, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ગોવામાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં મે 19-20 સુધીમાં વધારો જોવા મળી શકે છે. આ સિવાય પુડુચેરીમાં 19 મેથી 20 મે દમરિયાન કોરોનાના કેસ વધી શકે છે. અસમમાં 20-21 મે દરમિયાન કોરોના પીક પર આવે તેવી શક્યતા છે. ઉત્તર રાજ્યોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને પંજાબમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પંજાબમાં 22 મેથી અને હિમાચલમાં 24 મેથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી શકે છે.
આ સિવાય પ્રોફેસર મનિંદર અગ્રવાલે જણાવ્યું છે કે, દેશભરમાં કોરોનાના આંકડા મેના અંત સુધીમાં ઘટશે. મેના અંત સુધી ભારતમાં રોજ 1.5 લાખ નવા કેસ સામે આવવા લાગશે. જૂનના અંત સુધીમાં તે ઘટીને 20 હજાર સુધી પહોંચી જશે. જુલાઈના અંત સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ જશે. છ મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, ત્યાર બાદ કોરોનાના કેસમાં ફરીથી વધારો થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ સાઈન્સ એન્ડ ટેક્નોલોજીએ વૈજ્ઞાનિકો દ્વારા એક ગ્રુપ તૈયાર થયું હતું જે ગણિતીય મોડલના દ્વારા કોરોનાના કેસને લઈને જાણકારીઓ આપતું રહે છે. આ પેનલ બનાવ્યા બાદ જ SUTRA મોડલ બન્યું છે.