દેશમાં કોરોના વાયરસના વધતા કેસથી હાહાકાર મચી ગયો છે. ક્યાંક હોસ્પિટલમાં બેડની અછત છે તો ક્યાંક ઓક્સિજનની અછત છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ કોરોનાનું વિકરાળ સ્વરૂપ સામે આવી રહ્યું છે. તે દરમિયાન શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને કોવિડ-19 વાયરસના રિપોર્ટનો સ્ક્રીનશોર્ટ શેર કરી લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.
સુહાના ન્યૂયોર્કમાં રહીને ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહી છે. ઘણીવાર તેના અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેયર કરતી હોય છે. સુહાનાએ ઇન્સ્ટા સ્ટોરીમાં એક ગ્રાફિક્સ શેર કર્યો છે, જેમાં માર્ચ 2020 થી એપ્રિલ 2021 ની વચ્ચે ભારતમાં કોવિડ-19 કેસોની સંખ્યા બતાવવામાં આવી છે. તેની સાથે તેણે લખ્યું- સુરક્ષિત રહો.
બીજી તરફ, સુહાનાની માં ગૌરી ખાન અને ભાઈ આર્યન ખાન મુંબઈ એરપોર્ટ પર નજર આવ્યા હતા. એવી ખબર સામે આવી રહી છે કે, બંને સુહાનાની પાસે જવા ન્યૂયોર્ક માટે નીકળ્યા છે. સુહાનાએ તાજેતરમાં ન્યુયોર્ક સ્થિત તેના ઘરની ઝલક સોશિયલ મીડિયા દ્વારા બતાવી હતી. કોરોના વાયરસના પ્રકોપની અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પણ છે. મુંબઇમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. વાયરસની ગતિ અટકાવવા માટે શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ, ઘણી હસ્તીઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, સુહાનાના બોલીવુડ ડેબ્યુની ચર્ચા ઘણીવાર થાય છે. જો કે, હજુ સુધી તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. થોડા સમય પહેલા સુહાનાની એક શોર્ટ ફિલ્મ ચર્ચામાં આવી હતી, જેમાં તેણે એક્ટિંગ કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન તેના મિત્રએ કર્યું હતું. સુહાના સોશિયલ મીડિયામાં વધારે લોકપ્રિય છે. તેની લોકપ્રિયતાનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ તેના ફોટોઝને લાઇક મળી રહ્યા છે અને સુહાનાના ફોલોઅર્સની સંખ્યા પણ વધી રહી છે.