વધી રહ્યા છે ભારત માં કોરોનાનો હાહાકાર, ભારતમાં થયા 66 લાખને પાર કોરોનાના કેસ…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ભારતમાં વકરતો કોરોના હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. અત્યાર સુધી ભારતમાં કોરોનાના કુલ 66 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. સાથેજ 1 લાખથી વધું લોકોના દેશમાં મોત થયા છે. આમ જોવા જીઈએ તો લોકોની બેદરકારીને કારણેજ કરોના વકરતો જઈ રહ્યો છે. કારણકે અમુક સમય સુધી લોકોએ કાળજી રાખી હતી. પરંતુ હવે લોકો ખુલ્લેઆમ ભીડભાડ વાળી જગ્યાએ ફરી રહ્યા છે. જેના કારણે કોરોના કેસ વધી રહ્યા છે.

24 કલાકમાં 74 હજાર કરતા વધું કેસ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 74 હજાર કરતા પણ વધું કેસ નોંધાયો છે. જે નાનો આંકડો ન કહી શકાય. અને 903 લોકોના મોત પણ થયા છે. જોકે ભારતમાં જે ગતીએ કોરોનાના કેસ વધી રહ્યા છે. તેટલીજ ઝડપથી લોકો રીકવર પણ થઈ રહ્યા છે. અને વિશ્વમાં ભારતનો રિકવરી રેટ હાલ સૌથી વધું છે.

ભારતમાં સૌથી ઓછો મૃત્યુદર

કોરોનાની પરિસ્થિતીને જોઈને વિશેષજ્ઞોનું કહેવું છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કેસ ભલે વધારે છે પરંતુ મૃત્યુદર ઓછો છે. સૌથી વધારે મૃત્યુદર મેક્સીકોમાં નોંધાયો છે. જ્યા 10.4 ટકા સુધીનો મૃત્યુદર સામે આવ્યો છે. અને ત્યારબાદ બીજા ક્રમાંકે બ્રિટેન આવે છે. જ્યા 8.8 ટકા સુધીનો મૃત્યુદર નોંધાયો છે.

9 લાખ કરતા વધું એક્ટિવ કેસ

વકરતા જતા કોરોનાને કારણે હાલ ભારતમાં 9 લાખ અને 30 હજાર કરતા પણ વધું દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે. જ્યારે 1 લાખ 2 હજાર કરતા વધું લોકો કોરોનાને કારણે મોત પામ્યા છે. જોકે એક સારી બાબત એ છે કે 56 લાખ જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના કારણે વિશ્વમાં ભારતનો રિકવર રેટ સૌથી વધારે છે

સૌથી વધું કેસ મહારાષ્ટ્રમાં

ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસ અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમા કોરોનાના 14 લાખ અને 43 હજાર કરતા વધું કેસ નોંધાયા છે. સાથેજ 38 હજાર વધું લોકો અહીયા કોરોનાને કારણે મોત પામ્યા છે. અને હજુ પણ રોજ મહારાષ્ટ્રમાં સૌથી વધું કેસ નોંધાય છે.

લોકોની બેદરકારી પડી રહી છે ભારે

લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોકમાં છૂટછાટ આપવામાં આવી. પરંતુ આ છૂટછાટને કારણે કોરોના વધું ફેલાયો છે. તેનું કારણ છે કે લોકોમાં હજુ પણ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે.લોકો માસ્ક વગર બહાર નીકળી રહ્યા છે. સાથેજ માર્કેટ અને બજારો તેમજ રેસ્ટોરન્ટમાં ભારે માત્રામાં ભીડ જોવા મળે છે. જેના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી જ્યા સુધી લોકોમાં જાગૃતતા નહી આવે ત્યા સુધી કોરોના વધુંને વધુ ફેલાતો જશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here