ચીનમાં ફરી એકવખત કોરોનાનું સંકટ જોવા મળ્યું છે. આ વખતે ઘુલજા શહેરમાં કોરોનાનો કહેર અટકાવતા લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ વિસ્તારમાં લોકડાઉન લગાવવામાં આવતા અહીંના ઉઈગર લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રોજ કમાણીને કરીને ખાનારા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
તેની સાથે રેડિયો ફ્રી એશિયાની રિપોર્ટ્સ અનુસાર, ઘુલજા શહેરમાં રહેનાર લોકોએ પોતાની મુશ્કેલી અંગે સોશિયલ મીડિયા દ્વારા પોતાને પડી રહેલી તકલીફ અંગે કહ્યું છે. તેમના કેટલાક પરિવારોને કેમ્પ્સમાં જ રહેવું પડે છે અને હવે આ નવા નિયમના લીધે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.
ઘુલજાના સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમના ઘરના દરવાજા છેલ્લા એક અઠવાડિયાથી બહારથી બંધ કરી દેવાયા છે આં કારણોસર તેમણે ઘરમાં જ કેદ થઈને રહેવું પડી રહ્યું છે.
નોંધનીય છે કે, ચીનના વહીવટી તંત્ર દ્વારા અચાનક જ લોકડાઉન લગાવી દેવામાં આવતા લોકોને પોતાના ઘરની બહાર નીકળવામાં અને ખાવાનું સહિતની જીવન જરિયાતની વસ્તુઓ ખરીદવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉઈગર સમાજ દ્વારા અચાનક લગાવી દેવામાં આવેલા લોકડાઉન અંગે સોશિયલ મીડિયા પર કહેવામાં આવ્યું છે કે, મારી ઘુલજાના હિંમતવાળી પ્રજા, તમે રોજ કમાઈને રોજ ખાનારા લોકો રહેલા છો, જેમને 3 ઓક્ટોબરથી પોતાના ઘરમાં પૂરી દેવાયા છે. તમે શાંતિ રાખજો, દરેક મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો રહેલો જ હોય છે.