કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3.79 લાખ કેસ, 3645 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે તહલકો મચાવી દીધો છે. પ્રતિદિવસ કોરોનાના નવા દર્દીઓ અને કોવિડ થનારા મોતોની સંખ્યામાં વધારો ચાલુ છે. દેશમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 3.79 લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 3645 થી વધુ લોકોનું સંક્રમણથી મોત નિપજયું છે. રાહતની વાત એ છે કે, હવે દોઢ કરોડથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે આ જાણકારી આપી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોના કેસ નોંધાયા છે. તેની સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,83,76,524 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3645 લોકોનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજયું છે. તેની સાથે કોવિડથી મરનારની કુલ સંખ્યા 2,04,832 પહોંચી ગઇ છે. મહામારીની શરૂઆત થઈ ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં એક દિવસમાં પ્રથમ વખત 3600 થી વધુ લોકોના કોરોનાથી મોત થયુ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાના સક્રિય દર્દીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,69,507 કોરોના દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થઇને ઘરે પરત ફર્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધી 1,50,86,878 કોરોનાથી સાજા થવાનો આંકડો પહોંચ્યો છે. તેમ છતાં, દેશમાં સક્રિય કેસ વધીને 30,84,814 પહોંચી ગયા છે. સક્રિય કેસોની સંખ્યા અમેરિકા બાદ સૌથી વધુ ભારતમાં છે.

Scroll to Top