ભારતમાં કોરોના વાયરસથી વિનાશ સર્જાયેલો છે અને નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન, ભારતમાં કોવિડ -19 ના નવા કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને લગભગ 3.15 લાખ નવા કેસ નોંધાયા છે, જે મહામારી શરૂ થયા પછીના અત્યાર સુધીના વિશ્વના કોઈ પણ દેશમાં સૌથી વધુ સર્વાધિક સંખ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3 લાખ 14 હજાર 835 લોકોને ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 2104 લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યાર બાદ ભારતમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1 કરોડ 59 લાખ 30 હજાર 965 પર પહોંચી ગઈ છે, જ્યારે 1 લાખ 84 હજાર 657 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે દેશમાં કોવિડ -19 ના સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 22 લાખ 91 હજાર 428 થઈ ગઈ છે.
નવા કેસોએ અમેરિકાનો રેકોર્ડ તોડી દીધો
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ, ભારતમાં કોવિડ -19 ના નવા કેસોએ અમેરિકાના રોજિંદા મામલાના રેકોર્ડને તોડીને પ્રથમ વખત 3 લાખનો આંકડો પાર કર્યો છે. આ અગાઉ 8 જાન્યુઆરીના રોજ અમેરિકામાં સૌથી વધુ 3 લાખ 7 હજાર 581 નવા કેસ નોંધાયા હતા.
અમેરિકા કરતા ભારતમાં કેસ ઝડપથી વધી ગયા
ભારતમાં અમેરિકાથી વધુ ઝડપથી નવા કેસોની સંખ્યા વધી ગઈ છે અને 1 લાખ દૈનિક કેસોથી 3 લાખ સુધી પહોંચવામાં 17 દિવસનો સમય લાગ્યો છે. આ સમયગાળા દરમિયાન, દૈનિક કેસોમાં 6.76 ટકાનો વધારો થયો છે. અમેરિકામાં લાખથી ૩ લાખ દૈનિક કેસ આવવામાં ૬૭ દિવસનો સમય લાગ્યો હતો અને આ દરમિયાન કેસોમાં દરરોજ વુર્દ્ધી દર ૧.૫૮ ટકા હતો.