કોરોનાની બીજી લહેર આપણા માટે ઘણી ઘાતક સાબિત થઈ છે. તેમજ કોરોનાએ અત્યાર સુધીમાં જીવનમાં ઘમા રંગ રૂપ બતાવ્યા છે. ત્યારે વધુંમાં સુરતમાં એક એવો બનાવ સામે આવ્યો છે. જે સાંભળીને તમે પણ ધ્રુજી જશો. અહીયા કોરોનાની સારવાર દરમિયાન એક માતાનું મોત થયું. તો તેના પુત્રએ પણ હોસ્પિટલમાંથીજ છલાંગ લગાવીને મોતને વ્હાલુ કરી લીધું.
મૃતક યુવક સુરતના એક ધારાસભ્યના ત્યા કામ કરતો હતો તેવી માહિતી સામે આવી છે. એક તરફ પત્નીનું કોરોનાને કારણે મોત થયું બીજી તરફ પુત્રએ પણ આપઘાત કરી લીધો જેના કારણે પિતા પર જાણેકે આભ તૂટી પડ્યું છે. કોરોનાને કારણે આ વખતે ઘણા પરિવારોએ તેમના સભ્ય ગુમાવ્યા છે. બીજી લેહર તો જાણેકે મોતનું તાંડવ લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે.
દિવસેને દિવસે વધતા જતા સંક્રમણને કારણે લોકોના મગજ પર તેની માનસીક અસર પડી રહી છે. જેનું તાજુ ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. જ્યા સારવાર દરમિયાન માતાનું મોત થયું. તો પુત્ર એટલો આઘાતમાં જતો રહ્યો કે તેણે હોસ્પિટલમાંથી છલાંગ મારીને આપઘાત કરી લીધો. આ ઘટનાને કારણે હોસ્પિટલમાં પણ ચકચાક મચી જવા પામી હતી.
યુવકની માતા બ્યુટીપાર્લર ચલાવતી હતી. જ્યારે તેના પિતા સ્મશાન ગૃહમાં કામ કરતા હતા, માતા પિતાનો એકનમો એક દિકરો હતો. 20 દિવસ પહેવા માતા સંક્રમણમાં આ ગઈ હતી જેથી તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન યુવકની માતાનું મોત થઈ ગયું. જે સમાચાર સાંભળીને યુવક આઘાતમાં સરી પડ્યો હતો.
પુત્રને જ્યારે માતાના મોત અંગે જાણ કરી ક્યારે તેને પહેલાથી કઈજ ખ્યાલ ન આવ્યો. પરંતુ બાદમાં તે તુરંત હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. જ્યા આગળ જઈને તેણે તેના માતાના મૃતદેહને જોયો ત્યારે તેના મગજ પર તેની ગંભીર અસર પડી હતી. જેથી તેણે ત્યાથીજ પડતું મુક્યું અને પોતાનો પણ જીવી આપી દીધો હતો.
માતા પુત્રનો પ્રેમ જોઈને હોસ્પિટલનો સ્ટાફ પણ રડી પડ્યો હતો. સમગ્ર મામલે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડીને આવ્યો હતો. જેંમણે સમગ્ર મામલે તપાસ હાથ ધરી સાથે પોલીસે આપઘાત મામલે તેના પિતાને જાણ કરી સાથેજ પોલીસે તેમના પત્નીના મોત મામલે પણ જ્યારે તેમને જાણ કરી ત્યારે તેમંના પર જાણેકે આભ તૂટી પડ્યું હતું.