કોરોના વિસ્ફોટ: 24 કલાકમાં કોરોનાના 1.52 લાખથી વધુ નવા કેસ, 839 ના લોકોના મોત

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દિન-પ્રતિદિન ભયાનક થઈ રહી છે. રવિવારના કોરોના વાયરસે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી દીધા છે. દેશમાં લાગુ તમામ પ્રતિબંધો સિવાય છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.52 લાખથી વધુ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે કોવિડથી સંક્રમિત 839 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ જાણકારી જાહેર કરવામાં આવી છે,

કોરોના વાયરસના નવા કેસ અને સંક્રમણથી થનારી મોતોની સંખ્યાએ લોકોમાં ભય ઉભો કરી દીધો છે. દેશમાં છેલ્લા પાંચ દિવસથી સતત એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહયા છે, જે રવિવાર ના દોઢ લાખથી વધુ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવાર ના જાહેર આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સર્વાધિક રેકોર્ડ વધારાની સાથે કોરોના સંક્રમણના 1,52,879 નવા કેસ સામે આવ્યા છે અને 839 દર્દીઓ કોરોનાથી જિંદગીની જંગ હારી ગયા છે. તેની સાથે દેશમાં સંક્રમણના કુલ કેસ વધીને 1,33,58,805 પહોંચી ગયા છે અને કોવિડથી મરનારની સંખ્યા 1,69,275 થઈ ગઈ છે.

દેશમાં 11 લાખની પાર પહોંચ્યા સક્રિય કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરના આંકડા મુજબ, દેશમાં સક્રિય કેસ નો ગ્રાફ ઝડપથી ઉપર પહોંચી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 90,584 કોરોના દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધી 1,20,81,443 દર્દીઓ કોરોના વાયરસને હરાવવવામાં સફળ રહ્યા છે. દૈનિક ધોરણે નોંધાયેલા નવા કોરોના કેસોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે. તેમ છતાં, દેશમાં સક્રિય કેસ વધીને 11,08,087 પહોંચી ગઈ છે.

Scroll to Top