રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના ગુનાઓમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સુરતના દહેજની એક પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરાવી છે. જેના આધારે પરિણીતાને કોર્ટમાં જ સાસરીયા દ્વારા ધમકી અપાઈ હતી. ઉમરા પોલીસ દ્વારા પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાસરિયા સામે દહેજના ત્રાસ અંગે ફરિયાદ નોંધાવનારી પરિણીતાને પતિ સહિતના સાસરિયાએ કોર્ટમાં જ ધમકી આપવામાં આવી હતી. તે મુદ્દે પરિણીતાએ ઉમરા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ભેસ્તાનમાં સ્વપ્નસૃષ્ટિ રોસિડન્સી ખાતે રહેનાર ભારતીબેન નિલેશભાઇ પાન્ડે (24) અઠવાગેટમાં આવેલ વાડિયા વુમન્સ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ અગાઉ તેમના લગ્ન નિલેશ ગંગાપ્રસાદ પાન્ડે સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન લગ્નના બીજા જ દિવસથી પતિ સહિતના સાસરિયાઓએ દહેજ અંગે માનસિક-શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. સાસરિયાના અત્યાચારથી કંટાળીને અંતે મહિલાએ પોલીસમાં સાસરિયા સામે ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. હાલ કોર્ટ તેને લઈને કેસ ચાલી રહ્યો છે.
આ દરમિયાન તા.17 મી એ તેઓ કોર્ટની સુનાવણી માટે અઠવાલાઇન્સ ખાતે નવી ફાસ્ટ ટ્રેક કોર્ટના પ્રથમ માળે આવેલી કોર્ટમાં ભારતીબેન પિયરિયા અને વકીલ દિવ્યા કોસંબિયા સાથે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં પતિ નિલેશ, દિયર રત્નેશ, નણંદ શ્વેતા પણ ત્યાં પહોંચી ગયા હતા. ત્રણેય જણાએ વારાફરતી ભારીતબેનને ધમકી આપવાનું શરુ કરી દીધું હતું કે, આજ રીતે કેસની તારીખ આવતી રહેશે, કંઇ થવાનું નથી, 30 વર્ષ સુધી અમે કેસ લડીશું, અમારું કંઇ થવાનું નથી, તે પહેલાં તને અને તારા પરિવારને સમાપ્ત કરી નાંખીશું. આ રીતે કોર્ટમાં ધાકધમકી આપ્યા બાદ ગાળાગાળી પણ કરવામાં આવી હતી.
જ્યારે કોર્ટ પરિસરમાં જ બનેલી આ ઘટનાની વકીલ સાથે જજ એ.એમ.મહેતાને આ અંગે જાણ કરતા તેમણે ઉમરા પોલીસમાં ફરિયાદ કરવાનું કહેવામાં આવ્યું હતું. ભારતીબેને ફરિયાદ આપતા ઉમરા પોલીસ દ્વારા પતિ નિલેશ ગંગાપ્રસાદ પાન્ડે, દિયર રત્નેશ ગંગાપ્રસાદ પાન્ડે અને નણંદ શ્વેતા ગંગાપ્રસાદ પાન્ડે સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.