કોરોનાની બીજી લહેરને કારણે ભારતની ઘણી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 મહિનાથી લોકોએ કોરોનાનો હાહાકાર જોયો. પરંતુ પરિસ્થિતીને જોતા સરકાર દ્વારા હવે પુરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. સરકાર હવે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે પૂરી રીતે તૈયાર છે.
હાલમાં આપણા ત્યા વેક્સિનેશન પર ભાર મુકવામાં આવ્યો છે. કારણકે દેશમા માત્ર વેક્સિન એક એવો ઈલાજ છે કે જેના દ્વારા કોરોના સંક્રમણ આપણે કાબૂમાં કરી શકીએ છે. હાલ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે. અગામી સમયમાં 2 વર્ષના બાળકથી માંડીને 18 વર્ષ સુધીના સગીરને વેક્સિન આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા એવું કહવેમાં આવ્યું છે કે આગામી 10 થી 12 દિવસોમાં હવે 2 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને વેક્સિન આપવામાં આવશે. જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે સંક્રમણ બાળકોમાં જલ્દી નહોતી ફેલાઈ રહ્યું. પરંતુ બીજી લહેરમાં બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેને જોઈને હવે સરકાર દ્વારા અગાઉથી ત્રીજી લહેર સામે તૈયારી કરવામાં આવી રહી છે.
કોરોનાની ત્રીજી લહેર પણ બાળકો માટે ઘાતક સાબિત થાય તેવી આશંકા સેવાઈ રહી છે. જેના કારણે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને સરકાર દ્વારા હવે બાળકોના વેક્સિનેશન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
નીતી આયોગના સભ્ય વીકે પોલ દ્નારા એવી માહિતી આપવામાં આવી છે. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા 2 થી 18 વર્ષના વયજૂથ માટે વેક્સિનેશનની મંજૂરી મળી ગઈ છે. સાથેજ તેમણે એવું પણ કીધું કે આગામી 10 થી 12 દિવસોમાં બાળકો પર વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.
ભારત બયોટેક દ્વારા જે વેક્સિન તૈયાર કરવામાં આવી છે. તેને કોરોનાના દરેક વેરિઅન્ટ સામે અસરકારક માનવામાં આવી છે. પહેલા વેક્સિનેશન દિલ્હી અને પટનાની એઈમ્સમાં થશે. જેમા સૌથી પહેલા 525 જેટલા વોલેન્ટિયર્સ પર આ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારબાદ બીજા બધા પર આ ટ્રાયલ કરવામાં આવશે.