એક વર્ષમાં જ બની કોરોનાની રસી, 40 વર્ષ થયા પણ હજી નથી બની HIVની રસી, જાણો કારણ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

હાલ કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા છે. કરોડો લોકોને ચેપ લગાડ્યો છે. મહામારીના કારણે વૈજ્ઞાનિકો પણ ધંધે લાગી ગયા છે. જોકે એવું નથી કે, કોરોના એકમાત્ર બીમારી છે જેણે માણસજાતને ચેલેન્જ આપી હોય. અગાઉ પણ અનેક બીમારીઓ આવી હતી. આજે પણ તે અસ્તિત્વમાં છે. કોરોના રસીને વિકસિત કરતા એક વર્ષથી પણ ઓછો સમય લાગ્યો છે. ત્યારે HIV AIDS બીમારીની રસી છેલ્લા ચાર દાયકાથી શોધાઈ રહી છે, હજુ તે સામે આવી નથી!

એડ્સનો પ્રથમ કેસ નોંધાયો હોય તેને ચાર દસકા થઈ ચૂક્યા છે. એક સમયે એડ્સ થાય એટલે મોત થયું તેમ સમજવામાં આવતું હતું. પણ આપણા વૈજ્ઞાનિકોએ આ રોગને નિયંત્રણને શ્રેણીમાં લાવી દીધો છે. જોકે, વિશ્વભરમાં 3.8 કરોડ દર્દીઓને આજે પણ આ રોગની રસીની રાહ છે.

અત્યારે સારવારમાં એન્ટીરેટ્રોવાયરસનો ઉપયોગ થાય છે. જે લેવાથી દર્દીના શરીરમાં એડ્સનું પ્રમાણ ઓછું થઈ જાય છે. એડ્સના દર્દીઓ સ્વસ્થ રહે છે. તેઓ પોતાના સાથીમાં HIV સંક્રમણ ફેલાવી શકતા નથી. જે લોકોમાં HIV સંક્રમણની શક્યતા વધુ હોય તેઓ એક્સપોઝર પ્રોફીલેઈકસીસ લઈ શકે છે. આ દવા રોજ લેવાથી સંક્રમણની શકયતા 99 ટકા સુધી ઘટી જાય છે.

હજુ સુધી HIVની સારવાર આખી દુનિયામાં પહોંચી નથી. સુવિધાઓ અને દવાઓ ઉપલબ્ધ હોય તેવા સામાજિક અને આર્થિક રીતે સધ્ધર વિસ્તારોમાં પણ ચેપી રોગોને દૂર કરવાના મામલામાં રસી કરતાં કંઇ અસરકારક ન હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે જોનસન એન્ડ જોનસન કંપની HIVની રસી માટે માણસ પર ટ્રાયલ કરી રહી છે. જેમાંથી એકના પ્રારંભિક પરિણામ આ વર્ષના અંતમાં આવી જશે.

કોરોના મહામારીની રસી વિકસિત કરવા માટે ટૂંકો સમય લાગ્યો, કારણ કે વિશ્વભરના દેશોમાં આ રસી પહોંચાડવાની હતી. આમાંથી કેટલીક રસી તો HIV માટે પારખવામાં આવેલી ટેકનોલોજી પર જ બનાવાઈ છે. અલબત્ત, કોરોના સંક્રમણ અને HIV સંક્રમણમાં જમીન-આસમાનનો ફરક છે.

HIV રસી વિકસાવતી સંસ્થા HVTNના મુખ્ય તપાસનીશ લેરી કોરેએ AFPને જણાવ્યું હતું કે માનવ રોગપ્રતિકારક શક્તિ એચઆઈવી સામે લડવામાં સક્ષમ નથી. જ્યારે કોરોના સામે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ લડી શકે છે, તેની જાણ અગાઉથી હતી. કોરોના રસી એન્ટીબોડીને વાયરસના સ્પાઈક પ્રોટીન સાથે બાંધવા તૈયાર કરે છે. જેનાથી માનવીય કોશિકાઓ સંક્રમિત થતા બચી જાય છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો