ભાવનગરની કોવિડ કેર સેન્ટરમાં લાગી આગ, 70 દર્દીઓનો આબાદ બચાવ, જાણો કેવી રીતે બચ્યા આ દર્દીઓના જીવ..

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાતના ભાવનગરથી આગની ઘટના સામે આવી છે. ગુજરાતના ભાવનગરમાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં મોડી રાત્રે આગ લાગી ગઈ હતી. દુર્ઘટના સમયે કોવિડ કેર સેન્ટરમાં ૭૦ દર્દીઓ દાખલ હતા, પ્રાપ્ત માહિતી અનુસાર આગ કાલુભા રોડ પર આવેલ હોટલ જેનરેશનમાં લાગી હતી. આ હોટલને કોવિડ દર્દીઓના સારવાર માટે કેર સેન્ટરમાં ફેરવી દેવામાં આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, મંગળવાર રાત્રે લગભગ ૧૨ વાગે હોટલના ત્રીજા માટે એક રૂમમાં આગ લાગી હતી. તેના કારણે તાત્કાલિક લગભગ ૭૦ કોવિડ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી. હાલની માહિતી મુજબ, રૂમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્રીજા માળેથી કોરોના પોઝીટીવ દર્દીઓનો બચાવ કર્યો અને મોટા અકસ્માતને ટાળિયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ રાત્રે લગભગ 12.30 વાગ્યે ટીવી યુનિટમાં શોર્ટ સર્કિટના કારણે હોટલના ત્રીજા માળે આવેલા રૂમમાં આગ લાગી હતી. ત્યાર બાદ આ કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓ ગભરાઈ ગયા હતા. સ્થળ પર હાજર લોકોએ ફાયર બ્રિગેડને આગ વિશે સૂચના આપી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી.

વિવિધ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા દર્દીઓને

કોવિડ દર્દીઓના પરિવારજનોને આગની ઘટના અંગે જણાવવામાં આવ્યું તો તે તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવ્યા બાદ 70 કોરોનાના દર્દીઓને કોવિડ સેન્ટરથી જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

આગના લાગ્યાના સમાચાર મળ્યા બાદ સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ વાઘન પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘આગના કારણે કોઈ જાનહાની થઈ નથી. હું જે દર્દીઓથી મળ્યો છુ તેમને અન્ય હોસ્પિટલોમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગરથી મંત્રી વિભાવરીબેન દવેએ પણ આ અંગે પૂછપરછ કરી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કોવિડ સેન્ટરમાં પરવાનગી કરતાં વધુ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો