અહિ ગૌશાળાને બદલી દીધી કોવિડ સેન્ટરમાં, દર્દીઓને આપવામાં આવી રહ્યું છે ગાયનું દૂધ અને ગૌમૂત્રની દવા

કોરોના સંક્રમણથી બચવા માટે ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને દર્દીઓને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ટેટોડા ગામમાં આવેલી ગૌશાળાને કોવિડ સેન્ટરમાં ફેરવી દેવામાં આવી છે અને અહીં દર્દીઓની અનોખી રીતે સારવાર કરવામાં આવી રહી છે. આ ગૌશાળાને 5 મેથી કોવિડ કેર સેન્ટરમાં બદલી દેવામાં આવી છે અને અહીં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર આયુર્વેદિક દવાઓથી કરવામાં આવી રહી છે. આ ગૌશાળાનું નામ વેદાલક્ષણ પંચગવ્ય આયુર્વેદ કોવિડ અલગાવ કેન્દ્ર રાખવામાં આવ્યું છે.

આ સમયે અહીં ગૌશાળામાં સાત કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ દર્દીઓને ગાયના દૂધ અને ગૌમૂત્રથી બનેલી આયુર્વેદિક દવાઓ આપવામાં આવી રહી છે. આ દર્દીઓને કોરોનાની સારવાર એકદમ ફ્રી માં આપવામાં આવી રહી છે અને આ સારવાર માટે તેમની પાસેથી એક રૂપિયો પણ વસૂલવામાં આવી રહ્યો નથી. આ ઉપરાંત આ કોવિડ સેન્ટરમાં આયુર્વેદ દવાની સાથે સાથે દર્દીઓને અંગ્રેજી દવા પણ આપવામાં આવી રહી છે.

કેન્દ્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે કોવિડ લક્ષણોવાળા દર્દીઓની સારવાર પંચગવ્ય આયુર્વેદ ઉપચાર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં દેશી ગાયના દૂધ, ઘી, ગૌમૂત્રમાંથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. આ કોવિડ સેન્ટરમાં બે આયુર્વેદ ડોકટરો બેસે છે અને બે એમબીબીએસ ડોક્ટર પણ તેમની સેવા આ કોરોના સંક્રમિત દર્દીઓને આપી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે આયુર્વેદમાં ગૌમૂત્રને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેનું સેવન કરવાની પણ લોકોને સલાહ આપવામાં આવે છે. દરરોજ થોડું ગૌમૂત્ર પીવાથી આપણા શરીર ને ઘણા બધા રોગો સામે રક્ષણ મળે છે. જયારે અહીં કોરોનાની સારવાર માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા આજ મહિને ગામમાં કેટલાક બિનસરકારી સંગઠનો ને ક્વોરેન્ટાઇન સેન્ટર અને કોવિડ સેન્ટરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં 1.2 લાખ બેડ વાળા 10,320 કોવિડ કેન્દ્રો છે. આ કેન્દ્રો પર ફક્ત પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. કોવિડ -19 કેન્દ્રો ની સૌથી વધારે સંખ્યા બનાસકાંઠા માં છે, જેમાં 6,400 બેડ વાળા 897 કેન્દ્રો હાલમાં ચાલી રહ્યા છે.

Scroll to Top